તમારી એ યાદો

અત્યાર સુધી જીવ્યા તમારે સહારે
તમારી એ યાદોના સહારે જીવશું
તમ ગયા પછી ભુલ્યા જીવન જીવતા
તમારી એ યાદોમાં પળ પળ મરશું
ડૂબ્યા હતા તમારા રૂપના દરિયામાં
તમારી એ યાદોના સમંદરમાં તરશું
પાંપણ પર ઊંચકી રાખ્યા’તા તમને
તમારી એ યાદોને આંખોમાં ભરશું
એકલતાની વાત કોઠે પડી છે
તમારી એ યાદોના ઉપવનમાં ફરશું
માન્યા હતા તમને ખુદાથી વધારે
તમારી એ યાદોની બંદગી કરશું

5 thoughts on “તમારી એ યાદો

 1. યાદનુ ઉપવન કોઇ મદિર નથી ઍમનુ જિવન કોઇ પત્થર નથી
  રૂપના દરિયે ઘણા આશિક હ્શે એના કાંઠઆઓ તારુ ઘર નથી
  બંદગી બસ ખુદાની થાયછે રુપની પૂજાનો તુ કાફ્ર્ર નથી

 2. દર્દને ગાયા વિના રોયા કરો

  જિંદગી માણ્યા વિના ખોયા કરો

  બીક લાગે કંટકોની જો સતત

  ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

 3. ચલાવ્યા છે તમને આ હથેળી પર, એને તમ ચરણો નીચે ધરીને,
  ભુલશુ નહિં હર એક પળ, નહિં કદી જીવતા કે નહિં મરીને.

 4. ખોટ અનુભવાય છે તમારી આજે,
  કોઇ નિણૅય જાતે લેવાતો નથી આજે,
  રોજ જોઉં છું છબી તમારી સવાર અને સાંજે,
  મારા વ્હાલા પ્પપા કેમ ભુલાય તમને આજે.
  — હિરેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *