તમે જ છો

જગતના સધળા સુખનુ કારણ તમે જ છો
માનવ મનના દુઃખનુ મારણ તમે જ છો
કહે છે લોકો શૂન્યમાંથી થયું સર્જન
મારા માટે એ શૂન્ય પણ તમે જ છો
કર્મો ભોગવવા એ નસીબની વાત છે
વિરડીને ધરબેલું રણ તમે જ છો
મારે મન તમે જ ઇદ અને દિવાળી
રંગ લઇ આવતો ફાગણ તમે જ છો
પોતાને જ સર્વસ્વ માને જ્યારે વિદ્વાનો
સાચને પારખતી મુંઝવણ તમે જ છો
તલભાર ન ડગે પથ્થરમાંથી શ્રધ્ધા જ્યારે
અંધકારમાં પ્રકાશનું કિરણ તમે જ છો
દુનિયા પૈસાથી પોતાનો વ્યવહાર ચલાવે છે
મારા વ્યવહારનુ ચલણ તમે જ છો
તમે જ છો દયાસિંધુ ક્ષમાના સાગર,
પ્રેમનું અવિરત ઝરણ તમે જ છો
તમારા જ કરકમળ ઝુલાવે છે પારણામાં
મરણ વખતે ઓઢાતું ખાંપણ તમે જ છો
આખરે પંચમહાભુતમાં ભળી જાય નશ્વર દેહ
મુક્તિના આનંદની આખરી ક્ષણ તમે જ છો.

10 thoughts on “તમે જ છો

 1. આ ક્રુતી “ઈસ્વર કણ કણ મા રહેલો છે” ને સાકાર કરે છે,
  ખરેખર પ્રભુ પ્રત્યે નો આવિર્ભાવ વર્ણવતી સુન્દર રચના છે.

  ખૂબ ખૂબ ધન્યવાદ.

  નીરવ મીન – દ્વારકા,
  જય દ્વારકાધીશ.

 2. તમે જ છો દયાસિંધુ ક્ષમાના સાગર,
  પ્રેમનું અવિરત ઝરણ તમે જ છો

  ક્ષણો મ્હાલવા જેવી છે
  માંહે પડેલા મહાસુખ પામે.

 3. hu pan tame cho tame mara ma cho svas ma tame cho . aakas tame cho dharti tame cho .bas 1 sanket ni var che. jagva mate aatm ram ne. god is world.

 4. khubaj saras, ishwar krupa j sarvashw che te anubhav karavyo tame, ghani vaar a patther mathi shradhdha dagi jay che pan aa vanchya pachi fari sajivan thay che unda vishwash sathe…

 5. આ ક્રુતી “ઈસ્વર કણ કણ મા રહેલો છે” ને સાકાર કરે છે,
  ખરેખર પ્રભુ પ્રત્યે નો આવિર્ભાવ વર્ણવતી સુન્દર રચના છે.

  મશરી દેવશી ખુટી રાણાવાવ

 6. અમેરિકામાં રહેવું અને બિઅરથી રહેવું અળગું
  કઠિન હતું તો તુલસી પત્ર નાખિ આપિ દિઘુ

 7. વિશાલભાઇ તમારી કૃતિ ખુબ જ સરસ બ્રહ્માંડના અણું અણું માં જે વસેલ તે પરમ વિષે વાત કરો એટલી ઓછી. ભલેને હોય રાજા અને રંકના અન્ન હલકા કે ભારી પણ લોહી લાલ બનાવનાર તમે જ છો.

 8. તમારી કૃતિ ખુબ જ સરસ બ્રહ્માંડના અણું અણું માં જે વસેલ તે પરમ વિષે વાત કરો એટલી ઓછી. ભલેને હોય રાજા અને રંકના અન્ન હલકા કે ભારી પણ લોહી લાલ બનાવનાર તમે જ છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *