કસમ

જ્યારથી તે મને તારી જિંદગીમાંથી બેદખલ કરી દીધો હતો
ત્યારથી જ હ્રદયમાં એક આગ સળગ્યા કરતી હતી નફરતની.
કસમ લીધી હતી કે
જિંદગીમા કદી પણ તારુ મોં નહી જોઉ જો કદાચ કોઇ ગલી કે કોઇ
રસ્તા પર મળવાનું થશે તો હું મારો રસ્તો બદલી લઇશ.
પરંતુ
આજે જ્યારે આપણે મળ્યા અને જ્યારે
તારા (એક સમયના મારી માલિકીના) હોઠો પર સ્મિત રેલાયું ત્યારે
આ નયનોના સરવાળામાં એ કસમનો છેદ ક્યારે ઉડી ગયો એ ખબર જ ન પડી.
અને દિલ પણ એવું જ હસતું ખીલતું બની ગયું જેવું મેં તને આપેલું હતું.
અત્યારે નાઇટલેમ્પના આછા અજવાળામાં સુતા સુતા વિચારુ છુ કે
એ સ્મિતમાં એવી તે કઇ જાદુગરી હતી કે કાળા ખડક જેવી કસમને
પળવારમાં મીણ બનાવી દીધી?

7 thoughts on “કસમ

 1. ઍક સ્મિતમા તમે ભુલી ગયા કસમ
  એક ચુંબન મા તમે લુટી ગયાસનમ

  મુજ્ને એ વારવાર હવે પ્ર્શ્ન થાય છે
  એક સનમ જયાંમળી તૂટી ગયા ક્સમ
  મોહંમદઅલી”વફા”ટોરંટો-કેનેડા

 2. કોઇ ચાહે છે કોઇ ને,
  કોઇ પામે છે કોઇ ને
  કોઇ તરસ છીપાવે છે રોઇ ને,
  કોઇ તરસ છીપાવે છે પી ને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *