પડી નથી

તલવારની અણીયાળી ધારને કટારની પડી નથી
દાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી
શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવન
ભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી
ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનું
બાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી
ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાં
ભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી
જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં એ કાયર
ભલે હોય ઝુકેલું, આકાશને આધારની પડી નથી
ફૂંક મારીને હંકારે છે પોતાના જહાજોને તોફાનમાં
ગણ્યા ગાંઠ્યા જોય છે જેમને પતવારની પડી નથી

12 thoughts on “પડી નથી

 1. ‘Passion’ ની બહુ જ સુંદર અભિવ્યક્તિ..
  આવા પતંગા જ નવી કેડી પાડી શકે છે. ત્યાગ અને રાગ ની વચ્ચે ઘણી પાતળી રેખા છે. મને જવાહર બક્ષી ની નીચેની પંક્તિઓ બહુ જ ગમે છે:-

  “મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ.
  ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.”

  ‘Passion’ ની આ ચરમ સીમા જ સત્ય શોધક્નું, કલાકારનું, પ્રેમીનું લક્ષ્ય હોય છે. શરાબને બહુ જ સ્થૂલ સ્વરુપમાં આપણે સમજીએ છીએ. ‘ઘાયલ’ નો શરાબ આ ‘Passion’ છે:-

  “તને પીતા નથી આવડતું હે! મૂર્ખ મન મારા !
  નહીં તો જીવનની કઇ ચીજ છે, જે શરાબ નથી?”

 2. તલવારની અણીયાળી ધારને કટારની પડી નથી
  દાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી

  Talwar and Katar + Davanal and angar do not match. તલવાર સાથે કતાર અને દાવાનળ સાથ અન્ગાર બરાબર મેળ ખાતો નથી.

 3. ખરેખર તો મેં એ રીતે વિચારેલુ કે હંમેશા એક ઊંચાઇ પ્રાપ્ત કરી લીધા પછી માણસ નાની વસ્તુઓ માટે વલખા મારતો નથી.


  Vishal Monpara

 4. તલવારની અણીયાળી ધારને કટારની પડી નથી
  દાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી
  શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવન
  ભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી
  ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનું
  બાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી
  ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાં
  ભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી
  જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં એ કાયર
  ભલે હોય ઝુકેલું, આકાશને આધારની પડી નથી
  ફૂંક મારીને હંકારે છે પોતાના જહાજોને તોફાનમાં
  ગણ્યા ગાંઠ્યા જોય છે જેમને પતવારની પડી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *