સનમ

પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમ
ગુલાબની આડમાં રહી ખુદ મહેકે છે સનમ
હાથતાળી દઇ છટકી જઉ જો કોઇ વાર
છેક સપનામાં આવીને મને પકડે છે સનમ
શરાબી નથી છતાં એક પછી એક ઊપાડું
નશાથી તરબતર જામમાં ઘળકે છે સનમ
“હું ચાહું છુ તને, શું તુ ચાહે છે મને?”
જવાબમાં બસ મીઠું મધુરુ મલકે છે સનમ
રૂપ થકી આંખમાં, શબ્દ થકી કાનમાં
યાદ થકી લોહીમાં ઘળકે છે સનમ
એક રાઝની વાત કહું? કોઇને કહેશો મા
વિશાલની કલમમાં રહી ગઝલો લખે છે સનમ

4 thoughts on “સનમ

  1. વાંચી આ બધુ તરપી રહી સનમ
    હાથ ને હાથ થી ઘસતી રહી સનમ

    હુંકંઇ એમની અંગત મિલ્ક છું
    વાત કળિયો ફુલને પુછતી રહી સનમ
    મોહંમદ અલી”વફા’ કેનેડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *