જિંદગી

આ દુનિયામાં જિંદગી જીવવી કંઇ સહેલી નથી
છતાં કહું ચુ ઊકલી ન શકે એવી પહેલી નથી
સાચવીને સમજીને જીવી જજો હરેક ક્ષણ એની
હસ્તરેખાની ગુલામ થઇને હથેળીમાં વસેલી નથી
માનુ છુ કોઇ ગુલાબ ચમનની જેમ મહેકેલી નથી
દાનવીર કર્ણની માફક અલગારી, અલબેલી નથી
ચીજને મૂલવવાનો અધિકાર સોંપ્યો છે સમયને
મફતમાં સઘળું ધરી દે એવી કંઇ ઘેલી નથી
આકાશને અડકે છે એ, ધરતીને અઢેલી નથી
ઇશ્વરનો આભાર, શરાબની જેમ છકેલી નથી
એમ ન માનશો કે મોતથી ડરુ છું હું
થોડું કરજ બાકી છે દેહનું એટલે હડસેલી નથી

8 thoughts on “જિંદગી

  1. આ જીંદગી વિશેનું બધું સત્ય
    તમે ગઝલમાં ગાઈ નાખ્યું.
    વિશાલ,હવે તમે કોઈને માટે
    કહેવાનું ન ક્શું બાકી રાખ્યું.

  2. મને આ રચના ખુબ ગમી.જીવનની બધી ફિલસુફી પ્રત્યેક લીટી માં દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *