હાઇકુ

સેતુ બંધાયા
શહેરો જોડ્યા ક્યાં છે
હ્રદયસેતું?

ગજબ થયો
ઘૂંઘટની આડમાં
રવિ છુપાયો

જાગતો સુર્ય
ઊંઘતો ઝડપાયો
શી બનાવટ?

કેવી લાચારી
ઘુઘવતો દરિયો
કાચની પાર

28 thoughts on “હાઇકુ

 1. અભેીનન્દન્

  વશાલ્ભાઈ,
  ખુબ જ સર્સ હાઈકુ છે. આવુ જ સર્સ લખતા રહો.

 2. મને તમારુ હાયકુ બહુજ ગંમિયુ.
  સારુ લખતા આવદે ધે.

 3. ખુબ ધન્યવાદો.તારી હાઇકુ ગમી.-ક્નક કાકા

 4. ચાહે છે તુ પણ મને,
  જીવુ છુ હું તેવા વહેમમાં,
  મળે છે પ્રેમનો સાચો અર્થ,
  જ્યારે જોઉં છુ તારાં નયનમાં,
  ભલે ના ચાહે તુ મને,
  પણ હું જિંદગી વિતાવીશ તારાં પ્રેમમાં…..

 5. સમાધી માં નથી વિતી શકી, એવી ક્ષણોને હુઁ,
  તમારા આગમન કેરી પ્રતિક્ષા માં વિતાવું છું.

 6. અમે તો ફક્ત મિત્રતા માંગી હતી,
  એમા પણ આના-કાની કરો છો,
  તમે તો નફરત પન એવી રીતે કરો છો,
  કે જાણે મહેરબાની કરો છો.

 7. “જિંદગી કરી દીધી કોઈના નામ એટલા માટે કે,
  મ્રુત્યુ આવે તો કહી શકુ કે મિલકત પરાઈ છે.”

 8. “લાલાશ આખા ઘર મા ભરી જઈશ,
  ગુલમહોર મારી લાગનીનો પાથરી જઈશ,
  મારો અભાવ મોરની માફક ટહુકશે,
  ઘેરશે વાદળો ને હું સાંભરી જઈશ.”

 9. “જિંદગી જીવવાને હું થોડો પ્યાર માંગું છુ,
  એ પહેલાં એક એકરાર માંગું છું,
  ફૂલોતો ખીલવી દીધા છે મે ચમનમાં,
  બસ તારા જ નામની હવે બહાર માંગું છું.”

 10. Hi dear

  “ફૂલ સાથે છે ખૂશ્બુ તરબતર,
  બાગની સાથે હું શું કામ ઝઘડું છું ?”

 11. “તમે પૂછશો નહી કે અમને કેમ છે,
  અમે સારા છીએ એ તમારો વહેમ છે,
  બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
  પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

 12. વિશાલભાઈ,
  ખુબસરસ હાઈકુ.

  સહાનુભુતી
  ચાહી તુજથી, મળી
  મુજને દયા

  ઘેરાવૉ તારો,
  જોઈને કેમ કહુ
  કે ઘેર આવૉ.

  -અજય પંચાલ

 13. પહેલાંપાંચ
  પછી પાછા સાત, ના
  બને હાઈકુ.

  આગળ ના અવતરણ માં બે અક્ષર ઓછા હતા. માફ કરશો.

 14. Wonderful “Haikus” .

  Vishal keep it up.

  Je manas Sari Haiku Lakhi Shake E manas Genius Hoy Chhe.

  Regards,

  Chetan

 15. પ્રિય વિશાલભાઈ,

  અભિનંદન, ખૂબ સુંદર અભિવ્યક્તિ.

  જાગતો સુર્ય
  ઊંઘતો ઝડપાયો
  શી બનાવટ?

  માર્કંડ દવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *