આપી દીધા

એમની રહેમતની તો હું શું વાર કરુ?
ડૂબવાની અણી પર હતા તો કિનારા આપી દીધા.
અંધારી અમાસી રાતે ડગ માંડવા કઇ રીતે?
હૈયામાં હામ હતી તો ચમકારા આપી દીધા.
ચાંદ પકડવા ખુલ્લી હવામાં હાથ જો વિંઝ્યો
મુઠ્ઠી ખોલીને જોયું તો સિતારા આપી દીધા.
ભુલી જ જાઉ કદી એક માનવી તરીકેનું કર્તવ્ય
જીવનના જળ થોડા ખારા આપી દીધા.
સફળતાના નશામાં ઉડ્યો જો ઊંચા આકાશમાં
ધરતી પર ચલાવવા નિષ્ફળતાના ભારા આપી દીધા
નિરાશાની ખીણમાં ફંગોળાઇ જો પડ્યો
આશાથી મઘમઘતા ગુબ્બારા આપી દીધા.
ખબર છે તને કે લાડ બહુ સારા નહી
મર્યાદા ઓળંગી તો બે-ચાર ડારા આપી દીધા.
સંસારમાં રહેવું અને સંસારથી રહેવું અળગું
કઠિન હતું તો તુલસીના પારા આપી દીધા.

9 thoughts on “આપી દીધા

  1. ખૂબ ગમી.સરસ.નિયમિત વાચવી પડશે.અભિનંદન

  2. આફ્રિન !આ પન્ક્તીઓ ખુબ ગમી
    ‘સંસારમાં રહેવું અને સંસારથી રહેવું અળગું
    કઠિન હતું તો તુલસીના પારા આપી દીધા..
    હવે કરો માળા અને ભજો ભગવાન…બહુ સરસ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *