પુરાવો

મેં તને કહ્યુ હતુ આવ મારી કને
તરછોડી દીધો હતો, કે જરા દૂર હટને
કેટલા પ્રેમથી લાવ્યો હતો તારા માટે સૌગાત,
કહી દીધું કે તારું દીલ છે તારી પાસે રાખને,
ભુલથી પણ જો કહ્યુ હોત કે તોડી લાવ ચાંદને,
સિતારા સહ ગગન આખું ધર્યુ હોત ચરણે આપને,
પરંતુ તારો જ હુકમ હતો કે બોલવું નહી તારી સાથે
ત્યારથી જ હંમેશા સીવી લીધા હતા હોઠને,
દુશ્મનોને પણ વચન આપી તોડતો નથી હું,
ઇશ્વરનાઆદેશને તોડું એવું તે કદી બને?
બસ આજે એ કહે છે ભુલી ગઇ છુ તને,
વર્ષો બાદ પુરાવો મળ્યો કે પ્રેમ કરતી હતી મને

3 thoughts on “પુરાવો

  1. સીવે લા હોથ કંઇક તો કામ આ આવ્યા
    વરસો પછી કંઇક તો મારી ર્જબાં ખુલી

    સારુ થયુ ચાંદ તારા ગગન તોડ્યા નહી
    પ્રેમને આતંક્વાદમા કોઇ જ્ગા નથી.
    વફા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *