સ્વપ્નસુંદરી

કેવી હશે એ રૂપની રાણી
જોતા જ થઉ હું પાણી પાણી
આંખો મિંચુ તો કોઇ એક સ્વજન
આંખો ઊઘાડું તો વ્યક્તિ અજાણી
લાગશે આંખ ઢળી જાશે લજ્જાથી
બેઠો હશે ચંદ્રમા પણ ઘૂમટો તાણી
વ્હાલપથી લઇ બાથમાં ચૂમશે જો સખી
કહેશે ફૂલો અમારે દિન-રાત ઊજાણી
હળું ફૂંક મારશે લ ઇ પાંપણ હથેળીમાં
હશે પતંગાની પાંખ આંખમાં સમાણી
મદહોશ ચાલથી ચાલશે ગજગામિની
કરશે લોક વાતો કેમ વીજળી વેરાણી?
કળીઓ બે લીપટેલી મંદમંદ ખીલશે
સપનાના ભારથી હશે પાંપણ મીંચાણી
શોધે છે ‘વિશાલ’તને ભટકંતો અહીં-તહીં
કહી દે ને સત્ય તેને ‘હું તારામાં સમાણી’

9 thoughts on “સ્વપ્નસુંદરી

 1. hi, vishal. i am bhavin’s room partner at v.v.nagar.
  i am also fond of gujarati poems like bhavin.
  so bhavin has given me your sites address and now i have visited it and found it very interesting..

  very very nice work done by you…congratulation.

 2. લાજવાબ

  રુપની રાણી
  રુપ છે આપ નું રુપ આજે કાઇ બહું ખીલ્યુ છે.

  જુલ્ફો ને ખુલી રાખીને,નજરને નીચી રાખી ને

  જુલ્ફો ચહેરા પર નાખો,પુનમ અમાસ થઇ જશે

  લટ કપાળ પર પડૅ જેમ પહાડ પર ઝ્રરણુ પડૅ

  નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થઇ જશે

  હોઠ તો છે આપ ના ગુલાબ ની પાખડી જેવા

  અદાતો આપની ગૌરી સૌથી અનોખી અદા છે

  આપ ની ચાલતો ચાલ છે હરણ જેવી

  તુ છે રુપની રાણી..!!તુ છે રુપની રાણી

  ભરત સુચક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *