વિરહ

પાનખરમાં પણ કેવા ખીલું-ખીલું થતાં ફૂલો
ગુલાબી ગાલોએ ક્યારેક વહાલથી ચુમી દીધી હશે
હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાં
એમને પામવાની તરસને પણ અમે પીધી હશે.
એમને કઇ રીતે ખબર પડી દીલની વાત
મારા જ પાલ્ય અશ્રુઓએ લાંચ લીધી હશે
છતી આંખે દેખતા બંધ થયા આ અંધ પ્રેમમાં
મારી પહેલા કેટલાએ આ ઠોકર વસમી ખાધી હશે
ઇશ્વર જેવો ઇશ્વર પણ ના પચાવી શક્યો વિરહ-વેદના
એટલે જ વિશાલની આ જામની પ્યાલી અડધી હશે