તારો જવાબ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

Author: Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 12 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user's mind leveraging geographically dispersed team members.

25 thoughts on “તારો જવાબ”

  1. Vishal,
    Mane to have paaki khaatri thai gayee, ke ghayal dil j awi kavita vichaari+lakhi shake.Nakki ‘KOI’ e tamaru laagnibharyu dil dubhaavyu chhe!
    Mari shubhechhao tamaari saathe chhe, ke jene tame chaaho chho e tamne made!!

    Astu

  2. bahu majaa aavi. aaje janmabhoomee pravaaseemaan mrugesha shaahano lekha vaanchyo.

  3. કાતિલ ગઝલ ….કોઇનિ હિમ્મત ચ્હે કે એને ઠુકરાવે

  4. ખરેખર.. આટલો સુદર પ્રસ્તાવ હોય, તો કોઇની હિંમત નથી કે ઠુકરાવે. વર્ષો સુધી આવો પ્રશ્ન કોઇ સળગતો રાખી શકે, અને તો યે પ્રેમથી તરબતર ગુલાબ આપી શકે…. એવો પ્રેમ મેળવવો એ તો દરેકનું સપનું હોય…

  5. જો હું કહું કે સુંદર ક્રુતિ
    તો તારો જવાબ શું હશે

  6. hu nathi janti tame shu vicharo chho
    dil maru kahe chhe ke tame mane chhaho chho
    kehvanii chhe ketlik vaato haji baki
    etlu to kaho ke tame kyare avo chho.

  7. wah vishalbhai khub saras gazal lakhi chhe mane khusi thai
    mare puchhvu chhe k main pan 1 (aam to gani) gazal lakhi chhe mare aa site ma mukvi chhe to hu su karu please mane janavaso

    avinash panchal

  8. (વાહ)૧૦વાર, ગઝલ સર્જાય ના દીલ મા દાહ લાગ્યા વિણ. પ્રથમ ઘેરાય છે વાદળ અને પછિ વરસાદ આવે છે. અરે યાર મે તો દિવ્યભાસ્કર મા ગુજરાતી ફોન્ટ વિશે માહિતિ મળી હતી તે જાણવા માટે આ સાઈટ ખોલી મને શુઁ ખબર કે આ તો મારા માટે ગોળ ના ગાડા જેવુ હશે. મને તો દોડવુઁ હતુ ને ઢાળ મળી ગયો. કલાકાર ખરો ને… Raj

  9. વાહ વિશાલભા વાહ,
    મને જેનિ જરુર હતિ તે તમે પુર કરિ,
    મને આવિ જ એક ગજલનિ ખુબ જરુર હતિ
    વિશાલભાઇ તમારો ખુભ ખુભ આભાર.

  10. aa asha nu nam ghani jgya e sambhlyu se…. asha na kiran joya pan asha no sagar pheli var joyo…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *