કોને જોઇએ છે?

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?
થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?
ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

30 thoughts on “કોને જોઇએ છે?”

  1. Hi Kavi ji,
    wow sir…gr8 work…..
    i think we shud call you Kavi Vishal instead of bapu…the first one looks good…

    keep the good work…
    achal.

  2. અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
    નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

    Very nice creation Vishal! I liked this pankti very much…

  3. hi vishalji
    irshad! ek dhardar manav ki khumari kitni asani se se es gazal me apne thal di. hamare jivan ke kuchh lamhe jo ham kah bhi nahi pate , apne to in chand shabdo me puri zindi hi likh dali. vah kaviji vah!

  4. શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
    બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
    સાચી વાત છે.

  5. Really Vishal..
    Excellent…!!

    થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
    જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

  6. અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
    નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

    – સાચે જ સુંદર વિચાર…!

    પોતાના માટે હોય તો-
    ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,

    ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો !

    અને સાથી માટે હોય તો-
    રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,

    બેકાબુ બનશે જો જરી ખેંચી લગામ છે!

    -વિવેક

  7. જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
    એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

    katil vishnin nathi jarur dost..bus ek var..najar kari leshe to pan aho aho……..

    bahuj sundar rachna chhe………aajthi tamaru nam padishu….kavi monu bapu…:)

  8. અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
    નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

    અદભૂત!

    ગુજરાતી સાહિત્ય સરિતાનાં તોફાની ઝરણ..
    તમારી શબ્દ ખુમારીને હજારો વંદન્

  9. જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
    એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

  10. વિશાલભાઈ,
    ખરેખર સુંદર અભિવ્યક્તિ. અભિનંદન.

    ‘શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
    બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?’

    ‘ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
    નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?’

  11. થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
    જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

    જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
    એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

    ખુબ ખુબ સુંદર,

    આપની રચનાઓ માં કંઇક એવું છે જે બીજા બધાથી અલગ છે.

  12. kaheva mate bahu shabdo to nathi
    bhai tame toh mara dil ni vat lakhi che…
    jindagi ni bhag dod ma thakela
    mara jeva anek ni vat lakhi che

  13. તમારી સાઈટ જોઈને ખૂબજ આનંદ થયો. શ્રી પ્રમુખસ્વામીની સાથે રહી તમે એક અમૂલ્ય કામ ક્ર્યું છે. ગુજરાતી લખવાનું આટલુ સરળ ક્યારેય ન્હોતું. એમાંય વળી તમારી ગઝલ નો બ્લોગ જોઈને તો તમારી આવડતના ઓવારણા લેવાઈ ગયાં. અભિનંદન.
    ‘સાજ’ મેવાડા

  14. KYA BAAT HE….KHUB KHUB ABHINANDAN…..GHANA SAMAY E SARI RACHNA VACHI….MAULIK MEHTA (Tv9- Ahmedabad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *