કહાની

જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓ
એક ભલી-ભોળી તસવીર મારી આંખોને કામની છે
તને જ હરપળ જોવામાં પૂરી થાય આ જિંદગી
એક અધૂરી કલ્પના દોસ્તીના નવા આયામની છે.
ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલા
એ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છે
દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસે
એ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે
તારા અક્ષરના મરોડને પુર્યો પાંપણમાં છતાં
લિખિતંગ કરી લખે છે ચિઠ્ઠિ કોઇ બેનામની છે
સારુ છે વિધિના લેખ કદી મિથ્યા નથી જતાં
તારા હાથમાં એક રેખા મારા નામની છે
દિલની વાત કહું કે નહી? એ મુંઝવણ
મારી જ નહીં મહેફિલમાં હાજર તમામની છે
એટલે જ લોકોને ખૂબ પસંદ પડી હશે
કહાની ખાલી પ્યાલી અને ઢોળાયેલ જામની છે

4 thoughts on “કહાની

  1. ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલા
    એ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છે
    દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસે
    એ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે

    very very hear touching words..

  2. ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલા
    એ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છે
    દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસે
    એ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે

  3. દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસે
    એ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે
    VERY GOOD, SUBHAN ALLAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *