એ આવે છે

યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરોસંભાળજે ઓ દિલ મારા! એ આવે છે. ગંભીરતા તો એને લગીરેય ગમતી નથીબની જા ઓ દિલ આવારા! એ આવે છે. ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથીનદી, સંકોચી લે ધારા! એ આવે છે. પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?ચિંતા ન કરો સિતારા! એ આવે છે. ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી […]


ધૂળેટી

ધૂળેટીના દિવસેપરિચિત-અપરિચિત ચહેરાઓરંગાઇ ગયા મારા રંગથીપરંતુ,હતો એક ચહેરો,કે જેના પર રંગનો એક છાંટો પણ ઊડાડવાની હિંમત નહોતી થતીકદાચ એ રંગની સાથે ભળેલા મારા પ્રેમનો થોડો પણ અણસાર આવી ન જાયકદાચ એ કાચો રંગ તો ઊડી જાય પણ એની સાથે લાવેલ રંગત જિંદગીભર રહી જાય.કદાચ દિલ ચોરી લે એવી મુસ્કાન વેરી દે તો જીવવું હરામ થઇ […]


ચહેરો

ગમે ત્યારે અસ્ત થાય એવી આ ઢળતી ઉંમર,સારા-નરસા અનુભવોને લીધે સફેદ થઇ ગયેલા વાળ,આખી જિંદગીનો ભાર વેઠીને થાકી ગયેલી આંખો,રંગહીન, દ્રષ્ટિહીન આંખો,અને છતાંએ આંખોમાં તગતગતાં રંગીન ચહેરાઓ,ઉદય અને અસ્ત પામતાં નાશવંત ચહેરાઓ,ખુદ સમયનો માર ખા ઇને કરચલીઓ પાડી ચુકેલા લાખો ચહેરાઓપરંતુ આ ચહેરાઓની વચ્ચેધ્રુવના તારાની જેમ,વર્ષોથી અડીખમ એક નિર્દોષ સોહામણો મનગમતો ચહેરોકોણ જાણે કેમપરંતુ સમયે […]


ચાહુ છુ તને

અણધાર્યા રચાતા તારામૈત્રકના સમ, ચાહુ છુ તને ગગન પર મીટ માંડતા ચાતકના સમ, ચાહુ છુ તને છૂપાવી દઇશ તને આ ગઝલોની આડમાં ગુલાબની રક્ષા કરતાં કંટકના સમ, ચાહુ છુ તને આકાશે ઝબૂકતી વીજના સમ, ચાહુ છુ તને રઢીયાળી અષાઢી બીજના સમ, ચાહુ છુ તને મળવાનો વાયદો કરે અને ન આવે તુ ઇંતજાર કરતા ચઢતી ખીજના […]


બોલો

તમારા જલવા વિશે અમે પણ સાંભળેલુ છે ઘણુંબોલો, વાદળ વિના વરસાદ ક્યારે વરસાવો છો? ચોધાર આંસુઓ પાડે છે વસંત જવાથી બિચારા,બોલો અહીં પધારીને ફૂલોને ક્યારે હસાવો છો? એકવાર કહી દો તમે, સામી છાતીએ ઘા ઝીલશુંબોલો અમારા વેણ અજમાવવા ક્યારે પોરસાવો છો? સાંભળ્યુ છે સ્ત્રીઓને પાસાદાર રત્નોનો લગાવ હોય છે.બોલો અમારા દિલના ટુકડાને ક્યારે ઘસાવો છો? […]


ભુલ

લાખો પ્રયત્નો બાદ થયો હતો હું કોરોઅને તારી યાદોની વાદળી મુશળધાર વરસી ગઇ દાંત કચકચાવી પકડી રાખ્યો હતો વર્તમાનનેમારી આ જાત ફરી ભુતકાળમાં લપસી ગઇ ભુલી ગયો છુ પોયણીના પુષ્પને જ્યારથીઆંખમાં આંખ પરોવી મીઠું-મધુરુ હસી ગઇ રગેરગમાં રૂધિરના બદલે તુ વહેતી હતીનથી જાણતો ક્યારથી તનમનમાં વસી ગઇ એકલતાનો પર્યાય બની રહી ગયો વિશાલમારી શું ભુલ […]


બેરહેમી

મળવાનુ વચન આપી ન આવે મળવાહળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે આંખમાં આવકાર, હોઠો પર જાકારોઆરસના છળ પણ કેવા ક્રુઅલ છે આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષોકેચ પકડાયો તો કહે ફાઉલ છે જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાનીપછી કહે ‘કખગ’ કેટલો કુલ છે આ ગઝલ મારા મિત્ર ‘કખગ’ ની બેરહેમ પ્રેમિકાને અર્પણ.


અભિમાન

અહંકારનો વધ્યો ભાર? આ નીતર્યો લે!જગતનો સ્વામી નિરાકાર? આ ચીતર્યો લે! ભલે દેખાઉ પણ ભલો-ભોળો ના સમજશોદુનિયાદારી શિખવી દીધી દુનિયાએ, આ છેતર્યો લે! યુધ્ધભુમિમાં જ ઊછરેલને શા જીવન શા મૃત્યુ?તારાથી શાને ડરુ? આ નોતર્યો લે! મને ડૂબાડવાના મનસુબા ન ઘડ દોસ્ત મારાનથી હાથ-પગ ચલાવતો છતાં, આ તર્યો લે! તારા જ દર્શનની તરસ હતી લોચનનેશ્વાસ નામનું […]


આપી દીધા

એમની રહેમતની તો હું શું વાર કરુ?ડૂબવાની અણી પર હતા તો કિનારા આપી દીધા. અંધારી અમાસી રાતે ડગ માંડવા કઇ રીતે?હૈયામાં હામ હતી તો ચમકારા આપી દીધા. ચાંદ પકડવા ખુલ્લી હવામાં હાથ જો વિંઝ્યોમુઠ્ઠી ખોલીને જોયું તો સિતારા આપી દીધા. ભુલી જ જાઉ કદી એક માનવી તરીકેનું કર્તવ્યજીવનના જળ થોડા ખારા આપી દીધા. સફળતાના નશામાં […]


આપને

જીવનના અંત સુધીની તારી રંગત આપને,અવિનાશી અનંત હોય એવી કોઇ રંગત આપને દુનિયા આખીને સઘળું લૂંટાવતો ફરે છે તું,મારા પર પણ અમિદ્રષ્ટિ કર, ચીજ કંઇક અંગત આપને એમ નથી કહેતો સુખનો અભિલાષી છુ હુંદુઃખ જો આપ બક્ષિસમાં હિંમત આપને સારથિ છો જીવનરથનો, એટલે જ ચિંતા નથીસામી છાતીએ લડી લ ઇશ પહાડો જેવડી આફત આપને છોને […]