સાંભરે છે તુ

કોયલ ટહુકે અને સાંભરે છે તુફૂલો મહેકે અને સાંભરે છે તુ શ્રાવણની હાથતાળી રમતીવીજળી ઝબૂકે અને સાંભરે છે તુ લીલીછમ ઘટાનો પાલવ ઓઢીનેઆવે વસંત અને સાંભરે છે તુ તને ભુલવા કરું છુ હુંપ્રયત્નો અનંત અને સાંભરે છે તુ


પુરાવો

મેં તને કહ્યુ હતુ આવ મારી કનેતરછોડી દીધો હતો, કે જરા દૂર હટને કેટલા પ્રેમથી લાવ્યો હતો તારા માટે સૌગાત,કહી દીધું કે તારું દીલ છે તારી પાસે રાખને, ભુલથી પણ જો કહ્યુ હોત કે તોડી લાવ ચાંદને,સિતારા સહ ગગન આખું ધર્યુ હોત ચરણે આપને, પરંતુ તારો જ હુકમ હતો કે બોલવું નહી તારી સાથેત્યારથી જ […]


પીછો

તુ હરિયાળી ધરતી થઇશ તો હું અફાટ ગગન બનીશતુ જો થઇશ સુગંધી ફૂલ તો હું ગુલાબી અમન બનીશ લઇ જ ઇશ હાથ ઝાલીને આખી દુનિયાની નજરા સામેતુ જો થઇશ વરસતી વાદળી તો હું લહેરાતો પવન બનીશ થઇશ જો તુ સાગરનું મોતી, મારે મરજીવો બનવું પડશેધરીશ ક્યારેય જો મૃગલીનુ રૂપ, તો હું સુંદરવન બનીશ. બની શકે […]


પહેલી નજરનો પ્રેમ

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇઅમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથીજ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગીનથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પરફક્ત એક મીઠી નજર અને મારી […]


પડી નથી

તલવારની અણીયાળી ધારને કટારની પડી નથીદાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવનભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનુંબાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાંભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં […]


નામ

તેને હું શું નામ આપું?ઉષા સમયે વિખરાયેલા રંગોની છટાનું?કે પછી તેના માટે જવાબદાર ખુદ સૂર્યનું?કે પછી એ સૂર્યના પ્રથમ કિરણનું?કે પછી એ કિરણમાં રહેલી ઉષ્માનું?કે પછી એ ઉષ્મા સાથે કાર્ય-કારણનો સંબંધ ધરાવતી ગુલાબની નાજુક કળીનું?કે પછી એ જ ગુલાબની પાંદડીઓ પરથી હળવેકથી સરકી જતી ઝાકળની બુંદોનું?કે પછી એ જ ઝાકળના બુંદો એકાકાર થતાં રચાતા નિર્મળ […]


મુશ્કેલ છે

તારા વિના એક ક્ષણ પણ જીવવું મુશ્કેલ છેન જો હોય સાથ અંતિમ પળમાં, મરવું મુશ્કેલ છે પળભરનો વિયોગ તારો કરી ન શકું સહનરૂંધાય છે મન મારું શ્વસવું મુશ્કેલ છે ભલે તુ એક જ કહે નિર્ણય છે મારો સાચોછો ને દુનિયા દુશ્મન થતી, ડગવું મુશ્કેલ છે તારુ જો હોય પીઠબળ તો છું હું વિંધ્યાચળછો ને સમયની […]


મુલાકાત

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?મુલાકાતની “કાળ”માં જ શરૂઆત થઇ હતી તમારી વાહવાહના સમ છે દોસ્તોરસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી અમે ધર્યો ખાલી ખોબો એમના તરફતેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથીનજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોયમારી ભેટ એના હાથને તો […]


મિત્ર

એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છેથાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છે જરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારીકેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છે દાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણપોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છે સ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાંદાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છે ચપટી ધૂળની પણ […]


મૌન

અજાણ્યા હોઠો વચ્ચેના મૌનને ઓગાળવું સહેલું નથીઆંખલડી વચ્ચે રમતા મૌનને ગાળવું સહેલું નથી પીઠ બતાવી ભાગવુ પડશે, થંભી જા ભલા માણસસુતેલા સિંહ જેવા મૌનને પુચકારવું સહેલું નથી લીલાછમ દરિયાના સ્વાંગમાં ઊભેલા રણને કળી શકોબોલાયેલા શબ્દો વચ્ચેના મૌનને પીછાણવું સહેલું નથી તમે નહી બોલો તો હોઠના કંપનથી વહી જશેલાખ કરી લો કોશીશ મૌનને છૂપાવવું સહેલું નથી