થોડી

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય
એ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય
ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોને
એ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય
સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધા
ધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય?
લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાને
ખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી ખાણ હોય?
ભલેને વર્તે એ જાણે ના હોય કશી ખબર
ખુદા કરે, વિશાલના પ્રેમની એને થોડી જાણ હોય

Author: Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 12 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user's mind leveraging geographically dispersed team members.

13 thoughts on “થોડી”

 1. અજાણતામા મા આમ પથ્થર ને ખોડમા
  હીરાની શોધમા ક્દી પથ્થર નહી મળૅ

  તુ કંઇ ફરહાદ નહી કે પહાડ ખોદશે
  વાર્તાની પરી કંઈ દરદર નહી મળે
  વફા

 2. vishal ji urs all creation is so much wonderful

  Na karvanu kariae aene prem kehvay
  same koi hoy nahi ne aekla aekla boliae
  pachhi thambhla same hasiye aene prem kevay
  Na karvanu kariae aene prem kehvay
  char manaso puchhe aeva sara gnata hoyiae
  chhata sav j ghela kadhiae aene prem k y
  Na karvanu kariae aene prem kehvay
  lagni na prveshma char ropya hata chhodva
  samyni japato ukhade aene prem k y
  Na karvanu kariae aene prem kehvay
  chakarchakr fariye aene prem k y
  Na karvanu kariae aene prem kehvay

 3. થોડી થોડી જાણ તો એને છે
  થોડી થોડી શરમાય છે
  થોડી થોડી ગુસ્સામાં છે
  થોડી થૉડી રાહ જોઈ રહી છે
  થોડી થોડી માનમાં છે
  થોડી થોડી મળવાની આશ છે

 4. Tame amara nahi thav evu janva chhata ame, tamne j chahta rahya, ne manmani karta rahya.

  Avinash panchal, Godhra
  (Darpan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *