Author: Vishal
• Wednesday, September 14th, 2005

અત્યાર સુધી જીવ્યા તમારે સહારે
તમારી એ યાદોના સહારે જીવશું
તમ ગયા પછી ભુલ્યા જીવન જીવતા
તમારી એ યાદોમાં પળ પળ મરશું
ડૂબ્યા હતા તમારા રૂપના દરિયામાં
તમારી એ યાદોના સમંદરમાં તરશું
પાંપણ પર ઊંચકી રાખ્યા’તા તમને
તમારી એ યાદોને આંખોમાં ભરશું
એકલતાની વાત કોઠે પડી છે
તમારી એ યાદોના ઉપવનમાં ફરશું
માન્યા હતા તમને ખુદાથી વધારે
તમારી એ યાદોની બંદગી કરશું

Category: યાદ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 3.50 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 Responses

  1. 1
    hemendra 

    a good one

  2. 2
    Wafa 

    યાદનુ ઉપવન કોઇ મદિર નથી ઍમનુ જિવન કોઇ પત્થર નથીરૂપના દરિયે ઘણા આશિક હ્શે એના કાંઠઆઓ તારુ ઘર નથીબંદગી બસ ખુદાની થાયછે રુપની પૂજાનો તુ કાફ્ર્ર નથી

  3. 3
    1 Gujju 

    દર્દને ગાયા વિના રોયા કરોજિંદગી માણ્યા વિના ખોયા કરોબીક લાગે કંટકોની જો સતતફૂલને ચૂંથો નહીં, જોયા કરો

  4. 4
    Non_Exisitng_Ami 

    ચલાવ્યા છે તમને આ હથેળી પર, એને તમ ચરણો નીચે ધરીને,ભુલશુ નહિં હર એક પળ, નહિં કદી જીવતા કે નહિં મરીને.

  5. ખોટ અનુભવાય છે તમારી આજે,
    કોઇ નિણૅય જાતે લેવાતો નથી આજે,
    રોજ જોઉં છું છબી તમારી સવાર અને સાંજે,
    મારા વ્હાલા પ્પપા કેમ ભુલાય તમને આજે.
    — હિરેન

Leave a Reply

Powered By Indic IME