Author: Vishal
• Wednesday, September 14th, 2005

જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છે
ત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે.
એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા,
ન તો મોહ છે, ન તો વાસના.
ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ.
એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે
આ ઇચ્છા પરિપુર્ણ કરી શક્યો હોત.
કદાચ તને યાદ નહી હોય પરંતુ ધૂળેટીના દિવસે, તુ નખશિખ
રંગાઇને ઊભી હતી અને મારા હાથ પણ ગુલાલથી ભરેલા હતા.
તારા સપ્તરંગી ચહેરાને જોવામાં જ હાથમાંથી ધીરે-ધીરે ગુલાલ
સરકતો ગયો અને સમય પણ. જ્યારે તું નજરોથી ઓજલ થઇ
ત્યારે અફસોસ થયો. પરંતુ શું થાય?
સમયને પાછો વાળવા હું અક્ષમ હતો.
આજે તુ નથી એ સમય નથી અને હાથમાં ગુલાલનું બહાનું પણ નથી.
પરંતુ એ ઇચ્છા તો દરરોજ સવારે આળસ મરડીને બેઠી થાય જ છે.
તારા ગાલને સ્પર્શવા માટે તલસતી એ જ ઇચ્છાના સમ,
આવતા જન્મે, હું તારા આંગણામાં ખીલેલું મઘમઘતું ગુલાબનું પુષ્પ બનીશ.

Category: સ્વપ્ન
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 4.20 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

8 Responses

  1. 1
    Mayank 

    Excellent!!!

  2. 2
    MohammedaliBhaidu"wafa" 

    સામે મળ્યા એ હું જોતો રહી ગયો.હિંમત નો પહાડ સહેજ પણ હાલ્યો નહીહાથ મા ગુલાલ ને સામે હ્તુ ગુલાબહાથ મારો સૉંદર્ય ઉપર ચાલ્યો નહી વફા

  3. ઈશ્વર તમારી એ ઇચ્છાને પૂરી કરે ! “ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે ! “

  4. “આંખોમાં અંજાયેલ ઇચ્છાઓનું કાજળ,વહેતું રહેશે હવે હ્રદયાશ્રુ બની!!” -ઉર્મિ

  5. 5
    shailesh 3 

    kldfjozv kcnklgnlxdznfk nm,cvklbn n,bcnlkvb

  6. very nice……….

  7. 7
    DIPAK BOSIYA 

    Excellent!!!
    VERRY GOOOOOOOOD

  8. 8
    malaviya paresh 

    મહાશય તમારી બધીજ કવિતા ખુબજ સુન્દર chhe.

Leave a Reply

Powered By Indic IME