Author: Vishal
• Wednesday, September 14th, 2005

જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓ
એક ભલી-ભોળી તસવીર મારી આંખોને કામની છે
તને જ હરપળ જોવામાં પૂરી થાય આ જિંદગી
એક અધૂરી કલ્પના દોસ્તીના નવા આયામની છે.
ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલા
એ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છે
દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસે
એ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે
તારા અક્ષરના મરોડને પુર્યો પાંપણમાં છતાં
લિખિતંગ કરી લખે છે ચિઠ્ઠિ કોઇ બેનામની છે
સારુ છે વિધિના લેખ કદી મિથ્યા નથી જતાં
તારા હાથમાં એક રેખા મારા નામની છે
દિલની વાત કહું કે નહી? એ મુંઝવણ
મારી જ નહીં મહેફિલમાં હાજર તમામની છે
એટલે જ લોકોને ખૂબ પસંદ પડી હશે
કહાની ખાલી પ્યાલી અને ઢોળાયેલ જામની છે

Category: પ્રેમ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses

  1. 1
    Vipul Parmar 

    ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલાએ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છેદિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસેએ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છેvery very hear touching words..

  2. 2
    halani 

    ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલાએ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છેદિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસેએ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે

  3. 3
    D.B.PATEL 

    દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસેએ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે VERY GOOD, SUBHAN ALLAH

  4. 4
    BHAVESH BARTIYA 

    GUJRATI GOOD GAZAL WRITING FROM HARD BY ALL PEOPLEI LIKE IT MIT ME ANY BADY FOR FRIENDSHIP ON MY REDIFF IDbhavesh_bawla87@rediff.com

Leave a Reply

Powered By Indic IME