Author: Vishal
• Wednesday, September 14th, 2005

નામ જોડાયુ હતું કોઇના નામ આગળ, હજીયે યાદ છે.
મન ભાગ્યુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હજીયે યાદ છે.
ખબર પડી તરવા કરતાં ડૂબવાનો લહાવો અનેરો હતો
જ્યારે પ્રેમ સાગરના દેખાયા હતા તળ, હજીયે યાદ છે.
એની મૃદુતા, સ્નિગ્ધતાનો તોલ હું કઇ રીતે કરી શકું.
ખુદ જળને પણ ભરવું પડતું હતુ જળ, હજીયે યાદ છે.
ચૈત્રમાં મેઘરાજની મહેરનો સાક્ષી હું ખુદ છુ
ભુલથી આંખોમાં આંજી શું દીધુ કાજળ, હજીયે યાદ છે.
ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.
મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.
અમને એક કરવાના વચને બંધાયો હતો, છતાં
સમયે આ કર્યુ કેવું નિર્મમ છળ, હજીયે યાદ છે.
આંસુઓ વીણી વરસાવી હતી ગઝલો ધોધમાર
છતાંય રહી ગયો હતો કોરો કાગળ, હજીયે યાદ છે.

Category: યાદ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.17 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

10 Responses

  1. hi,again could not resist commenting. Very good one.I think title for this section could be ‘Memories’ instead of ‘Remembrance’Just a suggestion.Siddharth Shah

  2. hi,dhime dhime dhal utaru tekrioni sakhe tamne phul didhanu yaadsalvalvaheti kedsamani lilotarima tarta khetarshedhe,priye….ame tamari tagarphul-si aakhe zulya tagrtagar te yaadamari barchhtbarchhat hatheyione tame terva bhari ketlivar pidhanu yaaddhime dhime dhal utaru tekrioni sakhe tamne phul didhanu yaad

  3. Hello Vishalji,1st time surfing ur blog… it’s very nice.I read ur few poems…. this was so good that i couldn’t help commenting…એમ પણ કો’કની યાદને પ્રેમાંજલિ આપવા માટે કવિતાથી સારું બીજું કોઇ માધ્યમ હોઇ શકે ખરું?!ઘણું સરસ લખો છો…. Thank you for sharing.I have also started my blog not too long ago.Please visit sometimes…http://urmi.wordpress.comUrmi Saagar

  4. 4
    Ashmi 

    બહુ જ ફઇન છે.

  5. પહેલા પણ વાંચી હતી આ ગઝલ.. પણ આજે પાછી વાંચી, અને કદાચ પહેલા કરતા વધારે ગમી…. !! ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાતવિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છેએનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

  6. 6
    રામોલીયા લલિત 

    બહુ જ ફઇન છે.પહેલા પણ વાંચી હતી આ ગઝલ.. પણ આજે પાછી વાંચી, અને કદાચ પહેલા કરતા વધારે ગમી…. !!ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાતવિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છેએનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

  7. 7
    Non_Exisitng_Ami 

    મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છેએનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.Oops … બહુ યાદ આવી ગયુ કોઇ’ક’.

  8. 8
    wafa 

    કાશ આ રચના કોઇ છંદમાં હોત! અરબી છંદમાં હોત તો ગઝલ કહેવાતે,ગુજરાતી (સંસ્કૃત) છંદમાં હોત તો કવિતા(મન્દાક્રાંતા,હરિણી,ઇન્દ્ર્વજ્જા,સોનેટ) કહેવાતે. અને અછંદસ હોત તો રૂપ અલગ હોત.આ શું છે?કખબ પડતી નથી.કદાચ કોમેટ આપનારને ખબર હોય? બરાએ કરમ આવા લખાણને ગઝલ કહેવાનું માંડી વાળો. ’વફા’

  9. 9
    wafa 

    કાશ આ રચના કોઇ છંદમાં હોત! અરબી છંદમાં હોત તો ગઝલ કહેવાતે,ગુજરાતી (સંસ્કૃત) છંદમાં હોત તો કવિતા(મન્દાક્રાંતા,હરિણી,ઇન્દ્ર્વજ્જા,સોનેટ) કહેવાતે. અને અછાંદસ હોત તો રૂપ અલગ હોત.આ શું છે?કખબ પડતી નથી.કદાચ કોમેટ આપનારને ખબર હોય? બરાએ કરમ આવા લખાણને ગઝલ કહેવાનું માંડી વાળો. ’વફા’

  10. 10
    priti 

    kharekhar khub j saras che kavita na shabdo jane aje hakikat bani gaya che

Leave a Reply

Powered By Indic IME