Author: Vishal
• Wednesday, September 14th, 2005

યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો
સંભાળજે ઓ દિલ મારા! એ આવે છે.
ગંભીરતા તો એને લગીરેય ગમતી નથી
બની જા ઓ દિલ આવારા! એ આવે છે.
ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથી
નદી, સંકોચી લે ધારા! એ આવે છે.
પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?
ચિંતા ન કરો સિતારા! એ આવે છે.
ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી જશે
થંભી જાઓ પલકારા! એ આવે છે.
પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇ
બંધ થઇ જા ધબકારા! એ આવે છે.

Category: પ્રેમ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.83 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

9 Responses

  1. 1
    hemendra 

    how the admire of love one!

  2. 2
    rushika 

    it is the best.how do you write so true , so tuchy in all your poem.i truly admire your every poem and this one is the best. please write some more.our interest is same.

  3. 3
    manvant 

    એ…………ભલે આવે બાપ્પુ !!……ધબકારો બંધ ………. લાઇન કિલિયર હૈ ભાઈ !

  4. 4
    Rinku 

    પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇબંધ થઇ જા ધબકારા! એ આવે છે.Excellent …. Thank you for writing so true feelings. Keep up.

  5. 5
    Vishal 

    Jena sapna akhaldi te joy aaj sudhi,fikar na karo nayno! ae aave che.

  6. 6
    Digant 

    ખરેખર દિલથી… દિલ સુધી…

  7. 7
    ...BnB... 

    Haji to sagai j thai chhe, visa vagar kem kahe chee ke e aave chhe…

  8. 8
    saurabh 

    are aa badhu shu chhe kai samaj pade . kyarthi chhalu karyu

  9. 9
    alpesh 

    ek prem ni vat samajva mate aatlu purtu 6.

Leave a Reply

Powered By Indic IME