Author: Vishal
• Wednesday, September 14th, 2005

લાખો પ્રયત્નો બાદ થયો હતો હું કોરો
અને તારી યાદોની વાદળી મુશળધાર વરસી ગઇ
દાંત કચકચાવી પકડી રાખ્યો હતો વર્તમાનને
મારી આ જાત ફરી ભુતકાળમાં લપસી ગઇ
ભુલી ગયો છુ પોયણીના પુષ્પને જ્યારથી
આંખમાં આંખ પરોવી મીઠું-મધુરુ હસી ગઇ
રગેરગમાં રૂધિરના બદલે તુ વહેતી હતી
નથી જાણતો ક્યારથી તનમનમાં વસી ગઇ
એકલતાનો પર્યાય બની રહી ગયો વિશાલ
મારી શું ભુલ થઇ કે જીવનમાંથી ખસી ગઇ

Category: દુઃખ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses

  1. 1
    Jignesh 

    Vishal…tame dard ma doobi ne lakho chho …

  2. 2
    pravina Avinash Kadakia 

    વિશાલ એ જીવનમાંથી ખસી ગઈ નથી. છૂપાઈ ગઈ છે. સમય આવે ઝલક બતાવશે અને જીવન હર્યું ભર્યું કરી દેશે.

  3. 3
    sagarika 

    વાહ

  4. 4
    Praful 

    Very Very Good…Really dilSe…..

Leave a Reply

Powered By Indic IME