• Wednesday, September 14th, 2005
આ દુનિયામાં જિંદગી જીવવી કંઇ સહેલી નથી
છતાં કહું ચુ ઊકલી ન શકે એવી પહેલી નથી
સાચવીને સમજીને જીવી જજો હરેક ક્ષણ એની
હસ્તરેખાની ગુલામ થઇને હથેળીમાં વસેલી નથી
માનુ છુ કોઇ ગુલાબ ચમનની જેમ મહેકેલી નથી
દાનવીર કર્ણની માફક અલગારી, અલબેલી નથી
ચીજને મૂલવવાનો અધિકાર સોંપ્યો છે સમયને
મફતમાં સઘળું ધરી દે એવી કંઇ ઘેલી નથી
આકાશને અડકે છે એ, ધરતીને અઢેલી નથી
ઇશ્વરનો આભાર, શરાબની જેમ છકેલી નથી
એમ ન માનશો કે મોતથી ડરુ છું હું
થોડું કરજ બાકી છે દેહનું એટલે હડસેલી નથી
Category: ખુમારી


(6 votes, average: 3.50 out of 5)
વાહ કવિ ! વાહ !
very good
આ જીંદગી વિશેનું બધું સત્ય તમે ગઝલમાં ગાઈ નાખ્યું.વિશાલ,હવે તમે કોઈને માટેકહેવાનું ન ક્શું બાકી રાખ્યું.
nice gazal.congrats
wah bhai wah
સ ર સ અ તિ સુ ન્દ ર
yeees , nice one…..kashu pan kahiye ochhu chhe jindgi vishe !!!
મને આ રચના ખુબ ગમી.જીવનની બધી ફિલસુફી પ્રત્યેક લીટી માં દેખાય છે.