Author: Vishal
• Monday, September 04th, 2006

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.
એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.
ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.

Category: નફરત
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (14 votes, average: 4.00 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

20 Responses

  1. 1
    Dhaval 

    થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારાઅમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.સરસ !

  2. 2
    manvant 

    The title should be”GHRUNNAA” AND NOT “DHRUNNAA”.THANKS FOR A NICE PIECE OF WORK .

  3. ખૂબ સરસ કવિતાછે.અભિનંદન..દરેક પક્તિમાં મીટર ચકાસીને કવિતા બને તો હજી ઉત્તમ બની શકે..

  4. 4
    mrugank 

    I am lovint it… wah wah wah

  5. અમે એ સૂર્ય છીએ જે સંધ્યા સમયે ઢળતા નથી.ખૂબ સરસ છે.keep it up.congrats

  6. થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી…છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી…અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી…સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી…Superb lines…. very nice creation Vishalbhai!Enjoyed it very much….UrmiSaagarhttp://www.urmi.wordpress.comhttp://www.sarjansahiyaaru.wordpress.com

  7. હુ તો વાચીને દંગ જ રહી ગયૉ.

  8. 8
    Mitr K Kh G 

    khub j saras….aakhre aa kavita 2 varas pachchi aavi j gai…..i like it ….very much આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.

  9. 9
    ashalata 

    khub j sarasdhanyavadashalata

  10. 10
    rajula 

    prem ma thayeli bewafai ne jiravvani aa te kevi gajab ni khumari!

  11. 11
    anjli 

    its really wonderful….i do n’t have words to say Hum labo se kahena paye hale dil kabhiOr woh samjna paye KHAMOSHI kya chez hai

  12. 12
    sagarika 

    વાહ, શુ વાત છે……!!!!!!!!!!!

  13. થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારાઅમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.-સરસ શેર !

  14. 14
    નિમેષ 

    બાપુ કહેવુ પડે ….તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.તેજ મિજાજ નો પરિચય …લખતા રહેજો…

  15. 15
    Manubhai Raval 

    આજે ખબર પડી પ્રેમ મા પણ લાયકાત જરુરી છેસરિતા જ સક્ષમ હોય, સરોવર સાગર મા ભળતા નથી. —–સારી ક્ળ્પના છે.

  16. 16
    Rakesh 

    mind blowing yaar

  17. Bhulthi pan same na Aavati Aavata Janme,Nanami Sathe Kadi Nafarat Na Bij Badata Nathi.Excellent.

  18. 18
    Ashoka 

    થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારાઅમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.સરસ !

  19. વાહ ભૈઇ તમારુ તો કેવુ પડૅ ,અમોને તો ચિડુ સોધતા લાધિ પોળ અનાયાસે આપ મલિ ગયા ને ગઝલ વાચિ ને ખુશ થયા અમો પણ લેખ લખિયે છિયે દરમહિને ત્રણ ચાર જગ્યાયે છપાય છે તે લેખોનિ બુક છપાવિ છે ને તેનિ વેબ સાઇટ પણ રજુ કર છે http;//haiyanivatoo.com
    તે વાચિને અભિ પ્રાય આપસો તો આપનો સહકાર મલ્યો છે તેમ માનિસુ.રતિલાલ્.જોગિઆ.રાજકોટ્.
    દ્વારકાધિશકિજે.[આ અમારો લોગો છે] કારણ કે તેનિ ક્રપાથિ આનદ આનદ છે,

  20. ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
    નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
    khub vastvikta chhe aa searma, dhari chot upjavi chhe,
    lage raho !

Leave a Reply

Powered By Indic IME