Author: Vishal
• Wednesday, September 14th, 2005

જીવનના અંત સુધીની તારી રંગત આપને,
અવિનાશી અનંત હોય એવી કોઇ રંગત આપને
દુનિયા આખીને સઘળું લૂંટાવતો ફરે છે તું,
મારા પર પણ અમિદ્રષ્ટિ કર, ચીજ કંઇક અંગત આપને
એમ નથી કહેતો સુખનો અભિલાષી છુ હું
દુઃખ જો આપ બક્ષિસમાં હિંમત આપને
સારથિ છો જીવનરથનો, એટલે જ ચિંતા નથી
સામી છાતીએ લડી લ ઇશ પહાડો જેવડી આફત આપને
છોને દુનિયા આખીને વિસારી જઉ હું,
હરપળ તને યાદ કરું, શ્વાસ જેવી કોઇ આદત આપને
નફરતના વટવૃક્ષનો જડમૂળથી નાશ કરી
દરેક દીલમાં પ્રેમ રોપું કીમિયો કોઇ કારગત આપને

Category: ઇશ્વર
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 4.60 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

10 Responses

  1. 1
    farid 

    સરસમેં પણ એક બ્‍લોગ ગુજરાતીમાં શરૂ કર્યો છે , આપ શ્રી એને વાંચશો એવી આશા.http://www.suvaas.blogspot.com

  2. તમારી કવિતાના શબ્દો અને ભાવ મને ખૂબ જ ગમ્યા.હાર્દિક અભિનંદન

  3. 3
    sagarika 

    સરસ માંગણી છે,ખુબ સરસ

  4. મારુ નામ કિરીટ મહેતા છે. હુ આઈ પી સી ઍલ માથી હમણા જ નીવ્રુત થયો.હૂ જો ન ભુલતો હૉઊ તો તારા પિતાજી મારી સાથે હતા. માર્ગિન વોરા મારો ભત્રિજો થાય.તૂ ગુજરાતી સાહિત્યની ખુબ સુન્દર સેવા કરે છે. મારા તને ખુબ ખુબ આશિર્વાદ છે.

  5. 5
    Manubhai Raval 

    એમ નથી કહેતો સુખ નો અભિલાષી છુ હુદુઃખ જો આપ બક્ષિસ માં હિંમત આપને. ——વાહ વાહ વિશાલભાઈ આપનો જવાબ નથી. મનુભાઈ રાવલ.

  6. ઈશ્વર ના સ્વરુપ અકારણ જ જુદા છે,માંગો! માંગો! ઍ આપશે, ઍક જ તો એ ખુદા છૅ.યોગેશ ઠાકર – ૬૪૭ ૮૩૪ ૪૬૬૬ કૅનૅઙા

  7. 7
    mashri 

    મને ખુબજ ગમ્યુ

  8. 8
    Mahesh 

    d

  9. 9
    Mahesh 

    ખુબ ખુબ અભિનદન

  10. 10
    S 

    Keep up the good work !દયાળુ છે માંગો ના માંગો તોય દેવાના,વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છેદુઃખોં ને તો એ એક્લાજ હરી લે છેપણ ખુશીયોં ને વેચ્વાની એમણે ટેવ રાખી છે

Leave a Reply

Powered By Indic IME