Author: Vishal
• Thursday, April 20th, 2006

હૈયે હરખ ઘણોય થાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ચાલો વગાડીએ ઢોલ-નગારા
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ઉજાગરાથી આંખો છે રાતી
મારી મહેનતની ચાડી ખાતી
છતાં થાક ના અનુભવાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ફગાવી દફતર પાટી પેન
હું ચાલ્યો રમવા એન-ઘેન
હવે ગણવેશમાં ડાઘા થાય છે.
કે આજે પરીક્ષા પૂરી થાય છે
હવે તો છૂટથી હરીશું-ફરીશું
વહેતા પવનની સાથે રમીશું
સમયનું બંધન ના જણાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે

Category: વિવિધ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (18 votes, average: 3.89 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

16 Responses

  1. 1
    Dhaval Patel 

    Ha bhai e vat to sachi.Pan aavi to ketliye parikhsa aavi ne dar vakhate khus thaya, ramya, kudya. Pan e kyan khabar hati ke, Jindagi na darek pagale aavi to aneko parikshao mari rah joti hati….Barabar ke? Bapu?

  2. Congratulations Vishal!All the best for future career, job, H1B etc…

  3. 3
    SV 

    Congratulations!!! Now what next?

  4. 4
    ધવલ 

    અભિનંદન… પણ આ છેલ્લી પરીક્ષા છે એવી આશામાં ના રહેતો. આ દેશમાં ફરી ફરી પરીક્ષા આવ્યા જ કરવાની એ વાત સો ટકા !

  5. 5
    Miraj 

    Good 1 Bapu !!!

  6. 6
    Ruchir 

    aaje tu pariksha puri thaya ni khushi manave che…..barabar chhe..pan kadach 1-2 varsh pachi tane thashe ke aana karta to mari parikha na divso saara hata….ghani saras kavita lakhi che bapu……jiyo jiyo

  7. 7
    Arpit Shah 

    ઘનિ સરસ ચ્હે

  8. 8
    Yashesh Rajyaguru 

    Jem tu darek Pareksha ma safal thayo che, am haju tanay safalta malay, but remember – success is a journey, not a destination.

  9. 9
    Jigar Mehta 

    મઝાઆવી ગઈ…મને લાગે છે કે તમે બકુલ ત્રિપાઠિ કે જ્યોતિન્દ્ર દવે ના વશન્જ લાગો છો.

  10. મેં આજે તમારી બધી જ કવિતા વાંચી. બધી જ બહુ સારી લાગી. પણ પ્રત્યેક માટે અલગ અલગ પ્રતિભાવ આપવો નહિ ફાવે એટલે એક વાક્યમાં એટલું જ કહીશ, “અદભુત”. અત્યાર સુધી ખબર ન હતી કે એક ઇજનેરની પાછળ એક કવિ છુપાયેલો છે. આજે જ ખબર પડી.

  11. 11
    Jayshree 

    વાહ વિશાલ, ખરેખર બચપણ યાદ આવી ગયું, વાર્ષિક પરીક્ષાનું છેલ્લુ પેપર, ભલે ગમ્મે એવું ગયું હોય, પણ એક વાર પરીક્ષા પતે એટલે એવો તો હાશકારો અનુભવાતો, કે વાહ… જાણે એક મહાયુધ્ધ પૂરુ થયું… ત્યારે એમ થતું કે ભગવાન, ક્યારે આ પરીક્ષાઓ પતશે.. ?? અને આજે એ દિવસો યાદ કરીને એમ થાય છે કે કાશ, એક વાર ફરીથી ત્યાં પહોંચી જવાય… !!

  12. 12
    Harshad Jangla 

    VishalbhaiPosting 1st comment. Enjoyed this poem well. Exams completion created a freedom of mind and body.Thanx.-Harshad JanglaAtlanta, USAJan 24,2007

  13. 13
    pravina Avinash Kadakia 

    પરિક્ષા તો આવે ને જાય કોઈવાર પેપર ફૂટી પણ જાય તેથી તે છેલ્લીજ છે એમ ન સમજવું. જ્યાં લગી જીવન છે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી પરિક્ષા આપવા તૈયાર રહેજે.

  14. 14
    parth Rupareliya 

    પરીક્ષાની જોડણી બહુ નડે છે…બાકી… પાસ

  15. 15
    jignesh 

    વાહ ! ક્યા કહેના તેરા

  16. 16
    jignesh vaghasiya 

    મનુષ્ય ને જન્મથી મૃત્યુ સુધી અનેક પરિક્ષા માંથી પસાર થવુ પડે છે. આ સંસારનો એક ઈશ્ર્વરીય નિયમ છે.

Leave a Reply

Powered By Indic IME