• Thursday, April 20th, 2006
હૈયે હરખ ઘણોય થાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ચાલો વગાડીએ ઢોલ-નગારા
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ઉજાગરાથી આંખો છે રાતી
મારી મહેનતની ચાડી ખાતી
છતાં થાક ના અનુભવાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે
ફગાવી દફતર પાટી પેન
હું ચાલ્યો રમવા એન-ઘેન
હવે ગણવેશમાં ડાઘા થાય છે.
કે આજે પરીક્ષા પૂરી થાય છે
હવે તો છૂટથી હરીશું-ફરીશું
વહેતા પવનની સાથે રમીશું
સમયનું બંધન ના જણાય છે
કે આજે પરીક્ષા પૂરી થાય છે
Category: વિવિધ

(8 votes, average: 4.13 out of 5)
Friday, 21. April 2006
Ha bhai e vat to sachi.
Pan aavi to ketliye parikhsa aavi ne dar vakhate khus thaya, ramya, kudya. Pan e kyan khabar hati ke, Jindagi na darek pagale aavi to aneko parikshao mari rah joti hati….
Barabar ke? Bapu?
Friday, 21. April 2006
Congratulations Vishal!
All the best for future career, job, H1B etc…
Friday, 21. April 2006
Congratulations!!! Now what next?
Friday, 21. April 2006
અભિનંદન… પણ આ છેલ્લી પરીક્ષા છે એવી આશામાં ના રહેતો. આ દેશમાં ફરી ફરી પરીક્ષા આવ્યા જ કરવાની એ વાત સો ટકા !
Saturday, 22. April 2006
Good 1 Bapu !!!
Monday, 1. May 2006
aaje tu pariksha puri thaya ni khushi manave che…..barabar chhe..pan kadach 1-2 varsh pachi tane thashe ke aana karta to mari parikha na divso saara hata….
ghani saras kavita lakhi che bapu……jiyo jiyo
Monday, 26. June 2006
ઘનિ સરસ ચ્હે
Wednesday, 28. June 2006
Jem tu darek Pareksha ma safal thayo che, am haju tanay safalta malay, but remember – success is a journey, not a destination.
Monday, 4. September 2006
મઝાઆવી ગઈ…મને લાગે છે કે તમે બકુલ ત્રિપાઠિ કે જ્યોતિન્દ્ર દવે ના વશન્જ લાગો છો.
Friday, 17. November 2006
મેં આજે તમારી બધી જ કવિતા વાંચી. બધી જ બહુ સારી લાગી. પણ પ્રત્યેક માટે અલગ અલગ પ્રતિભાવ આપવો નહિ ફાવે એટલે એક વાક્યમાં એટલું જ કહીશ, “અદભુત”. અત્યાર સુધી ખબર ન હતી કે એક ઇજનેરની પાછળ એક કવિ છુપાયેલો છે. આજે જ ખબર પડી.
Wednesday, 24. January 2007
વાહ વિશાલ,
ખરેખર બચપણ યાદ આવી ગયું, વાર્ષિક પરીક્ષાનું છેલ્લુ પેપર, ભલે ગમ્મે એવું ગયું હોય, પણ એક વાર પરીક્ષા પતે એટલે એવો તો હાશકારો અનુભવાતો, કે વાહ… જાણે એક મહાયુધ્ધ પૂરુ થયું… ત્યારે એમ થતું કે ભગવાન, ક્યારે આ પરીક્ષાઓ પતશે.. ?? અને આજે એ દિવસો યાદ કરીને એમ થાય છે કે કાશ, એક વાર ફરીથી ત્યાં પહોંચી જવાય… !!
Wednesday, 24. January 2007
Vishalbhai
Posting 1st comment. Enjoyed this poem well. Exams completion created a freedom of mind and body.
Thanx.
-Harshad Jangla
Atlanta, USA
Jan 24,2007
Wednesday, 14. February 2007
પરિક્ષા તો આવે ને જાય
કોઈવાર પેપર ફૂટી પણ જાય
તેથી તે છેલ્લીજ છે એમ ન સમજવું.
જ્યાં લગી જીવન છે શ્વાસ ચાલુ છે
ત્યાં સુધી પરિક્ષા આપવા તૈયાર રહેજે.
Friday, 15. January 2010
પરીક્ષાની જોડણી બહુ નડે છે…બાકી… પાસ