જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છે
ત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે.
એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા,
ન તો મોહ છે, ન તો વાસના.
ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ.
એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે
આ ઇચ્છા પરિપુર્ણ કરી શક્યો હોત.
કદાચ તને યાદ નહી હોય પરંતુ ધૂળેટીના દિવસે, તુ નખશિખ
રંગાઇને ઊભી હતી અને મારા હાથ પણ ગુલાલથી ભરેલા હતા.
તારા સપ્તરંગી ચહેરાને જોવામાં જ હાથમાંથી ધીરે-ધીરે ગુલાલ
સરકતો ગયો અને સમય પણ. જ્યારે તું નજરોથી ઓજલ થઇ
ત્યારે અફસોસ થયો. પરંતુ શું થાય?
સમયને પાછો વાળવા હું અક્ષમ હતો.
આજે તુ નથી એ સમય નથી અને હાથમાં ગુલાલનું બહાનું પણ નથી.
પરંતુ એ ઇચ્છા તો દરરોજ સવારે આળસ મરડીને બેઠી થાય જ છે.
તારા ગાલને સ્પર્શવા માટે તલસતી એ જ ઇચ્છાના સમ,
આવતા જન્મે, હું તારા આંગણામાં ખીલેલું મઘમઘતું ગુલાબનું પુષ્પ બનીશ.
Archive for the Category ◊ સ્વપ્ન ◊
• Wednesday, September 14th, 2005
• Wednesday, September 14th, 2005
કેવી હશે એ રૂપની રાણી
જોતા જ થઉ હું પાણી પાણી
આંખો મિંચુ તો કોઇ એક સ્વજન
આંખો ઊઘાડું તો વ્યક્તિ અજાણી
લાગશે આંખ ઢળી જાશે લજ્જાથી
બેઠો હશે ચંદ્રમા પણ ઘૂમટો તાણી
વ્હાલપથી લઇ બાથમાં ચૂમશે જો સખી
કહેશે ફૂલો અમારે દિન-રાત ઊજાણી
હળું ફૂંક મારશે લ ઇ પાંપણ હથેળીમાં
હશે પતંગાની પાંખ આંખમાં સમાણી
મદહોશ ચાલથી ચાલશે ગજગામિની
કરશે લોક વાતો કેમ વીજળી વેરાણી?
કળીઓ બે લીપટેલી મંદમંદ ખીલશે
સપનાના ભારથી હશે પાંપણ મીંચાણી
શોધે છે ‘વિશાલ’તને ભટકંતો અહીં-તહીં
કહી દે ને સત્ય તેને ‘હું તારામાં સમાણી’

(5 votes, average: 4.20 out of 5)