Archive for the Category ◊ દુઃખ ◊

Author: Vishal
• Saturday, April 08th, 2006

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

Category: દુઃખ  | 25 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (25 votes, average: 4.48 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Sunday, March 26th, 2006

જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે?
નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે.
બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં
નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે
આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે વિશાલ
જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે.
મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો
પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે

Category: દુઃખ  | 9 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (8 votes, average: 3.75 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Saturday, February 25th, 2006

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.
મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલ
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો
વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ
મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો

Category: દુઃખ  | 19 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (22 votes, average: 4.36 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Friday, January 13th, 2006

સફાળો જાગી ગયો કે આ ચમકારો શેનો થયો?
મારા સ્વપ્ન ઝાંઝવામાં એક યાદ તગતગી હતી
ભલભલી વાતોને કાળની થપાટો ભુલાવી દે
પણ તારા મિલનની ક્ષણ સમયથી અળગી હતી
ચોરે કોટવાળને દંડ્યાની ઘટના સાચી પડી કે
આકાશે સાચે જ તલસતી ધરતીને ઠગી હતી
સદા વિરક્તિની બડાશ મારતો છતાં વિરહથી
હું સાક્ષી છું કે મેરૂની ધરી જરા ડગી હતી

Category: દુઃખ  | 5 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 4.67 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

તારી નાની સરખી પણ ઇચ્છા માટે
કોઇ પણ બદલાની અપેક્ષા વિના
જાન આપવા પણ તૈયાર થઇ જાઉ એવા
એક સમયના નજરના મેળાપથી જન્મેલા
તારા હાસ્યની છોળોમાં પાંગરતા રહેલાઆને કુદરતની ક્રૂરતાના પંજામાં પિંખાઇ ચૂકેલા
એ જ સંબંધના સમ
કાલે જ્યારે મને
મારી અનાયાસે થયેલી મદદ બદલ
આભાર વ્યક્ત કર્યો
ત્યારે ખૂબ દુઃખ થયુ.

Category: દુઃખ  | 4 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (9 votes, average: 4.78 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

લાખો પ્રયત્નો બાદ થયો હતો હું કોરો
અને તારી યાદોની વાદળી મુશળધાર વરસી ગઇ
દાંત કચકચાવી પકડી રાખ્યો હતો વર્તમાનને
મારી આ જાત ફરી ભુતકાળમાં લપસી ગઇ
ભુલી ગયો છુ પોયણીના પુષ્પને જ્યારથી
આંખમાં આંખ પરોવી મીઠું-મધુરુ હસી ગઇ
રગેરગમાં રૂધિરના બદલે તુ વહેતી હતી
નથી જાણતો ક્યારથી તનમનમાં વસી ગઇ
એકલતાનો પર્યાય બની રહી ગયો વિશાલ
મારી શું ભુલ થઇ કે જીવનમાંથી ખસી ગઇ

Category: દુઃખ  | 4 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

ધૂળેટીના દિવસે
પરિચિત-અપરિચિત ચહેરાઓ
રંગાઇ ગયા મારા રંગથી
પરંતુ,
હતો એક ચહેરો,
કે જેના પર રંગનો એક છાંટો પણ ઊડાડવાની હિંમત નહોતી થતી
કદાચ એ રંગની સાથે ભળેલા મારા પ્રેમનો થોડો પણ અણસાર આવી ન જાય
કદાચ એ કાચો રંગ તો ઊડી જાય પણ એની સાથે લાવેલ રંગત જિંદગીભર રહી જાય.
કદાચ દિલ ચોરી લે એવી મુસ્કાન વેરી દે તો જીવવું હરામ થઇ જાય.
કદાચ શરમાઇને પાંપણો ઝુકાવી દે તો એ પળ જીરવી ના શકું
આ દિલને ફોસલાવવા,
આવા તો લાખો પોકળ કારણોની વણઝાર લગાવી દઉ
પરંતુ,
હકીકત તો એ હતી કે,
સખી! તારા ગુલાબી ગાલો પર ઊડાડેલા રંગોની
આછી ઝાંય મેં જોઇ લીધી હતી.

Category: દુઃખ  | One Comment
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 4.50 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

મેં તને કહ્યુ હતુ આવ મારી કને
તરછોડી દીધો હતો, કે જરા દૂર હટને
કેટલા પ્રેમથી લાવ્યો હતો તારા માટે સૌગાત,
કહી દીધું કે તારું દીલ છે તારી પાસે રાખને,
ભુલથી પણ જો કહ્યુ હોત કે તોડી લાવ ચાંદને,
સિતારા સહ ગગન આખું ધર્યુ હોત ચરણે આપને,
પરંતુ તારો જ હુકમ હતો કે બોલવું નહી તારી સાથે
ત્યારથી જ હંમેશા સીવી લીધા હતા હોઠને,
દુશ્મનોને પણ વચન આપી તોડતો નથી હું,
ઇશ્વરનાઆદેશને તોડું એવું તે કદી બને?
બસ આજે એ કહે છે ભુલી ગઇ છુ તને,
વર્ષો બાદ પુરાવો મળ્યો કે પ્રેમ કરતી હતી મને

Category: દુઃખ  | 3 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

પહેલા વરસાદનો પહેલો છાંટો
પડ્યો આ દેહ પર
અને
મનમાં હતું કે
હમણાં જ શરીરના રોમે-રોમ ખીલી ઊઠશે રોમાંચકતાથી
હમણાં જ એક મીઠી સુગંધથી ભરાઇ જશે તન-મન મારુ
હમણાં જ એક ઠંડીની લહેરખી પસાર થ એ જશે તનમાંથી
અને થયુ પણ એવું જ
તનમાંથી એક લહેરખી પસાર થઇ
ખીલી ઊઠ્યા રોમે-રોમ
અને ભરાઇ ગયુ આ અસ્તિત્વ મારુ એક મીઠી સુગંધથી
પરંતુ
આ યાંત્રિક વરસતા વરસાદને કારણે નહી,
કારણ તો બની હતી તારી યાદ,
કે જ્યારે
પ્રથમ જ વાર પલળ્યો હતો (તારા)વરસાદથી.
બસ એ જ મારા જીવનનો પ્રથમ અને આખરી વરસાદ.
ત્યાર પછી તો સુકા ભઠ્ઠ સહરામાં
પાણીનું એક ટીપું સુધ્ધા નથી પડ્યુ.

Category: દુઃખ  | Leave a Comment
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

સમયનો મદારી એવું કંઇક કરી જાય
આ આતમની સળગતી વેદના ઠરી જાય
યુગોથી રાખ્યો હ્રદયમાં દફન મૂક પ્રેમ
નથી જીરવાતો હવે આંસુ બની ખરી જાય
કબૂલ છે મને હરેક જુલ્મ, સિતમ પણ
કલેજુ કપાય જ્યારે, સામુ જોઇ ફરી જાય
પકડીને રાખી હોય બંધ મુઠ્ઠીમાં જિંદગી
ચૂપચાપ દરીયાની રેત માફક સરી જાય.
લખી દીધી મારી જિંદગી બીજાને નામ
જીવાડવાનો શો અર્થ ઇચ્છાને કહો મરી જાય
ગમે તેવી હોય છે મારા દિલની મલિકા,
ભલે અમે ડૂબીએ, ઇશ્વર કરે એ તરી જાય

Category: દુઃખ  | 4 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
Powered By Indic IME