Archive for the Category ◊ અન્યાય ◊

Author: Vishal
• Wednesday, September 14th, 2005

એંઠવાડની જેમ ઢોળીને માણસને ખાય છે.
અને કૂતરાની જેમ ફંફોળીને માણસને ખાય છે.
વેપારવૃત્તિ એટલી ઘર કરી ગ ઇ છે મનમાં
ચણાની જેમ તોળીને માણસને ખાય છે.
થોડા શ્વાસો શાંતીના લેવા દે અને પછી
શરબતની જેમ ડહોળીને માણસને ખાય છે.
કાન પકડવા પડે શું એમની સ્વાદવૃત્તિ
ભજીયાની જેમ ઝબોળીને માણસને ખાય છે.
બહુ ચૂસ્યુ લોહી, બે બુંદ જ બાકી હોય
કેરીની જેમ ઘોળીને માણસને ખાય છે.
ફક્ત નામ શા જો હાડકાં થોડા બચ્યા
ચૂરમાની જેમ ચોળીને માણસને ખાય છે.

Category: અન્યાય  | 2 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
Powered By Indic IME