Author: Vishal
• Wednesday, September 14th, 2005

ફક્ત બે-ચાર ટુકડા થયા છે થોડી દવા માંગે છે
એક દિલ પ્રેમ ચિનગારી ભડકાવવા હવા માંગે છે.
માત્ર હું અને તું જ, ન હોય કોઇ ચહલપહલ બીજી
એક અજનબી રાત, શમણાં પણ કેવા માંગે છે.
ભલે અંધકાર હો મારા જીવનની હરેક પળમાં
આ દિલ સખી! તારી રાહમાં લાખો દીવા માંગે છે.
મારા શબ્દો પર ભરોસો ન હોય તો પૂછ ઇશ્વરને
આ હોઠ હર પળ તારા માટે જ દુવા માંગે છે.
મારુ જીવન કદાચ તને નહી લાવી મારી પાસે
દગાબાજ શ્વાસો જો! મારા મરણની અફવા માંગે છે.
અમે તો છીએ વિસરાઇ ગયેલી કથની નાની
મારા મરશીયા તારા જીવનના ગીત નવા માંગે છે.

Category: બેવફાઇ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (8 votes, average: 4.25 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 Responses

  1. 1
    Sanjay 

    Wah Bhai Wah!!

  2. 2
    Jignesh.. 

    Vishal…One can enjoy poetry…i can understand the pain.Pain which is the driving force for your creations…

  3. 3
    manoj 

    nice ghazaal……..

  4. 4
    હિતેશ કોઠારી. 

    સિતારા ચાંદની સાથે સુહાની રાત આવે છેઘણી વેળા રૂપાળું રૂપ લઈ આઘાત આવે છેસજાવી દો હ્યદયના મહેલને આંસુનાં તોરણથીઅનેરી શાનથી અહીં દર્દની બારાત આવે છેhitumagic4me@gmail.comhelllo (91) 9324096624

  5. 5
    Pragati 

    ઘણી સરસ છે.

  6. 6
    manish 

    Vishal pahela hu tamne ‘Gujarati Typepad’ vala tarike j olakhato hato , pan aaje jyare tamri thodi kavitao vachi tyare lagyu k yaar sakhkhat !!Mane pan antaynu pras besadeli kavitao lakhavno shokh chhe , kavitano arth aapoap pachhi nikale chhe.

Leave a Reply

Powered By Indic IME