Archive for ◊ 2005 ◊

Author: Vishal
• Wednesday, September 14th, 2005

જિંદગીમાં પહેલી જ વાર કોઇ રૂપક ના જડ્યું
સાચું કહું છુ દોસ્તો, શબ્દ પર રૂપ ભારે પડ્યું
નજરનું તીર આ દિલને જરા શું અડ્યું
પ્રેમનું ઘેન આ દિલોદિમાગ પર ચડ્યું
સમય તો પળનો પણ નથી ઇશ્વર પાસે
છતાં કેટલી નવરાશથી આ આરસનું નંગ ઘડ્યું
મુઠ્ઠીભર પળોનો સાથ અને પછી અફાટ એકલતા
એ જાણીને મારું આ કોમળ દીલ રડ્યું
પરંતુ હવે તારાથી દૂર થવાની ભિતી નથી હ્રદયમાં
આ જો હથેળીમાં, સમયનું પતંગિયુ પકડ્યું.

Category: પ્રેમ  | 2 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 4.00 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

જગતના સધળા સુખનુ કારણ તમે જ છો
માનવ મનના દુઃખનુ મારણ તમે જ છો
કહે છે લોકો શૂન્યમાંથી થયું સર્જન
મારા માટે એ શૂન્ય પણ તમે જ છો
કર્મો ભોગવવા એ નસીબની વાત છે
વિરડીને ધરબેલું રણ તમે જ છો
મારે મન તમે જ ઇદ અને દિવાળી
રંગ લઇ આવતો ફાગણ તમે જ છો
પોતાને જ સર્વસ્વ માને જ્યારે વિદ્વાનો
સાચને પારખતી મુંઝવણ તમે જ છો
તલભાર ન ડગે પથ્થરમાંથી શ્રધ્ધા જ્યારે
અંધકારમાં પ્રકાશનું કિરણ તમે જ છો
દુનિયા પૈસાથી પોતાનો વ્યવહાર ચલાવે છે
મારા વ્યવહારનુ ચલણ તમે જ છો
તમે જ છો દયાસિંધુ ક્ષમાના સાગર,
પ્રેમનું અવિરત ઝરણ તમે જ છો
તમારા જ કરકમળ ઝુલાવે છે પારણામાં
મરણ વખતે ઓઢાતું ખાંપણ તમે જ છો
આખરે પંચમહાભુતમાં ભળી જાય નશ્વર દેહ
મુક્તિના આનંદની આખરી ક્ષણ તમે જ છો.

Category: ઇશ્વર  | 10 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (8 votes, average: 4.75 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

અત્યાર સુધી જીવ્યા તમારે સહારે
તમારી એ યાદોના સહારે જીવશું
તમ ગયા પછી ભુલ્યા જીવન જીવતા
તમારી એ યાદોમાં પળ પળ મરશું
ડૂબ્યા હતા તમારા રૂપના દરિયામાં
તમારી એ યાદોના સમંદરમાં તરશું
પાંપણ પર ઊંચકી રાખ્યા’તા તમને
તમારી એ યાદોને આંખોમાં ભરશું
એકલતાની વાત કોઠે પડી છે
તમારી એ યાદોના ઉપવનમાં ફરશું
માન્યા હતા તમને ખુદાથી વધારે
તમારી એ યાદોની બંદગી કરશું

Category: યાદ  | 5 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 3.50 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

મીઠું-મધુરુ મલકાયો તારી યાદમાં
આંસુઓથી છલકાયો તારી યાદમાં
નહોતુ જવુ ફરી તારી દુનિયામાં
અજાણી શક્તિથી સરકાયો તારી યાદમાં
ત્રસ્ત થયો હતો સંસારના તાપથી
ભર ગ્રીષ્મમાં ભીંજાયો તારી યાદમાં
યાદ આવે પણ તુ ન આવે એટલે
ભર વસંતમાં સુકાયો તારી યાદમાં
કોની હિંમત હતી મને અડકી પણ શકે
મરણતોલ ઘવાયો તારી યાદમાં
દિવાનાઓના પ્રદેશનો થયો શહેનશાહ
બન્યો સૌથી સવાયો તારી યાદમાં

Category: યાદ  | One Comment
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 4.67 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

તારા વિના હે સખી કેવું મારૂં જીવન હશે
સળગતા રણની વચ્ચે તરસ્યુ એક હરણ હશે
સદા બહાર વસંતમાં પર્ણો ખેરવતું વન હશે
કે શબ્દોના તાલમેલ વિનાનુ નિરસ કવન હશે
કોરમના સંગાથ વિનાનો શુષ્ક પવન હશે
અથવા ખંડેરમાં ફેરવાયેલ અનામી ભવન હશે
બહારથી ઠરેલ, ભીતરથી જલતી અગન હશે
ચોક્કસ ધરતીની રહેમ નજર તરસતુ ગગન હશે

Category: પ્રેમ  | 8 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 4.50 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ
જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ
જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ
તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ
એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ
દાવાનળ લાગતા પછી વાર નહી લાગે “વિશાલ”
તારા દિલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ

Category: પ્રેમ  | 5 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 4.50 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

કેવી હશે એ રૂપની રાણી
જોતા જ થઉ હું પાણી પાણી
આંખો મિંચુ તો કોઇ એક સ્વજન
આંખો ઊઘાડું તો વ્યક્તિ અજાણી
લાગશે આંખ ઢળી જાશે લજ્જાથી
બેઠો હશે ચંદ્રમા પણ ઘૂમટો તાણી
વ્હાલપથી લઇ બાથમાં ચૂમશે જો સખી
કહેશે ફૂલો અમારે દિન-રાત ઊજાણી
હળું ફૂંક મારશે લ ઇ પાંપણ હથેળીમાં
હશે પતંગાની પાંખ આંખમાં સમાણી
મદહોશ ચાલથી ચાલશે ગજગામિની
કરશે લોક વાતો કેમ વીજળી વેરાણી?
કળીઓ બે લીપટેલી મંદમંદ ખીલશે
સપનાના ભારથી હશે પાંપણ મીંચાણી
શોધે છે ‘વિશાલ′તને ભટકંતો અહીં-તહીં
કહી દે ને સત્ય તેને ‘હું તારામાં સમાણી’

Category: સ્વપ્ન  | 9 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.00 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમ
ગુલાબની આડમાં રહી ખુદ મહેકે છે સનમ
હાથતાળી દઇ છટકી જઉ જો કોઇ વાર
છેક સપનામાં આવીને મને પકડે છે સનમ
શરાબી નથી છતાં એક પછી એક ઊપાડું
નશાથી તરબતર જામમાં ઘળકે છે સનમ
“હું ચાહું છુ તને, શું તુ ચાહે છે મને?”
જવાબમાં બસ મીઠું મધુરુ મલકે છે સનમ
રૂપ થકી આંખમાં, શબ્દ થકી કાનમાં
યાદ થકી લોહીમાં ઘળકે છે સનમ
એક રાઝની વાત કહું? કોઇને કહેશો મા
વિશાલની કલમમાં રહી ગઝલો લખે છે સનમ

Category: પ્રેમ  | 4 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 4.00 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

કોયલ ટહુકે અને સાંભરે છે તુ
ફૂલો મહેકે અને સાંભરે છે તુ
શ્રાવણની હાથતાળી રમતી
વીજળી ઝબૂકે અને સાંભરે છે તુ
લીલીછમ ઘટાનો પાલવ ઓઢીને
આવે વસંત અને સાંભરે છે તુ
તને ભુલવા કરું છુ હું
પ્રયત્નો અનંત અને સાંભરે છે તુ

Category: યાદ  | One Comment
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 4.75 out of 5)
Loading ... Loading ...
Author: Vishal
• Wednesday, September 14th, 2005

મેં તને કહ્યુ હતુ આવ મારી કને
તરછોડી દીધો હતો, કે જરા દૂર હટને
કેટલા પ્રેમથી લાવ્યો હતો તારા માટે સૌગાત,
કહી દીધું કે તારું દીલ છે તારી પાસે રાખને,
ભુલથી પણ જો કહ્યુ હોત કે તોડી લાવ ચાંદને,
સિતારા સહ ગગન આખું ધર્યુ હોત ચરણે આપને,
પરંતુ તારો જ હુકમ હતો કે બોલવું નહી તારી સાથે
ત્યારથી જ હંમેશા સીવી લીધા હતા હોઠને,
દુશ્મનોને પણ વચન આપી તોડતો નથી હું,
ઇશ્વરનાઆદેશને તોડું એવું તે કદી બને?
બસ આજે એ કહે છે ભુલી ગઇ છુ તને,
વર્ષો બાદ પુરાવો મળ્યો કે પ્રેમ કરતી હતી મને

Category: દુઃખ  | 3 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
Powered By Indic IME