Archive for ◊ November, 2005 ◊

Author: Vishal
• Thursday, November 10th, 2005

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય
એ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય
ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોને
એ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય
સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધા
ધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય?
લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાને
ખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી ખાણ હોય?
ભલેને વર્તે એ જાણે ના હોય કશી ખબર
ખુદા કરે, વિશાલના પ્રેમની એને થોડી જાણ હોય

Category: પ્રેમ  | 13 Comments
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (16 votes, average: 4.56 out of 5)
Loading ... Loading ...
Powered By Indic IME