ઘૃણા

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.
એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.
ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.

Author: Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 12 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user's mind leveraging geographically dispersed team members.

21 thoughts on “ઘૃણા”

 1. થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
  અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

  સરસ !

 2. ખૂબ સરસ કવિતાછે.અભિનંદન..દરેક પક્તિમાં મીટર ચકાસીને કવિતા બને તો હજી ઉત્તમ બની શકે..

 3. થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી…
  છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી…
  અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી…
  સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી…

  Superb lines…. very nice creation Vishalbhai!
  Enjoyed it very much….

  UrmiSaagar
  http://www.urmi.wordpress.com
  http://www.sarjansahiyaaru.wordpress.com

 4. khub j saras….

  aakhre aa kavita 2 varas pachchi aavi j gai…..

  i like it ….very much

  આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
  સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.

 5. its really wonderful….i do n’t have words to say

  Hum labo se kahena paye hale dil kabhi
  Or woh samjna paye KHAMOSHI kya chez hai

 6. થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
  અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
  આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
  સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.

  -સરસ શેર !

 7. બાપુ કહેવુ પડે ….

  તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
  થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.

  તેજ મિજાજ નો પરિચય …

  લખતા રહેજો…

 8. આજે ખબર પડી પ્રેમ મા પણ લાયકાત જરુરી છે
  સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગર મા ભળતા નથી.
  —–સારી ક્ળ્પના છે.

 9. થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
  અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

  સરસ !

 10. વાહ ભૈઇ તમારુ તો કેવુ પડૅ ,અમોને તો ચિડુ સોધતા લાધિ પોળ અનાયાસે આપ મલિ ગયા ને ગઝલ વાચિ ને ખુશ થયા અમો પણ લેખ લખિયે છિયે દરમહિને ત્રણ ચાર જગ્યાયે છપાય છે તે લેખોનિ બુક છપાવિ છે ને તેનિ વેબ સાઇટ પણ રજુ કર છે http;//haiyanivatoo.com
  તે વાચિને અભિ પ્રાય આપસો તો આપનો સહકાર મલ્યો છે તેમ માનિસુ.રતિલાલ્.જોગિઆ.રાજકોટ્.
  દ્વારકાધિશકિજે.[આ અમારો લોગો છે] કારણ કે તેનિ ક્રપાથિ આનદ આનદ છે,

 11. ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
  નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
  khub vastvikta chhe aa searma, dhari chot upjavi chhe,
  lage raho !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *