ધૂળેટી

Category: દુઃખ

ધૂળેટીના દિવસે
પરિચિત-અપરિચિત ચહેરાઓ
રંગાઇ ગયા મારા રંગથી
પરંતુ,
હતો એક ચહેરો,
કે જેના પર રંગનો એક છાંટો પણ ઊડાડવાની હિંમત નહોતી થતી
કદાચ એ રંગની સાથે ભળેલા મારા પ્રેમનો થોડો પણ અણસાર આવી ન જાય
કદાચ એ કાચો રંગ તો ઊડી જાય પણ એની સાથે લાવેલ રંગત જિંદગીભર રહી જાય.
કદાચ દિલ ચોરી લે એવી મુસ્કાન વેરી દે તો જીવવું હરામ થઇ જાય.
કદાચ શરમાઇને પાંપણો ઝુકાવી દે તો એ પળ જીરવી ના શકું
આ દિલને ફોસલાવવા,
આવા તો લાખો પોકળ કારણોની વણઝાર લગાવી દઉ
પરંતુ,
હકીકત તો એ હતી કે,
સખી! તારા ગુલાબી ગાલો પર ઊડાડેલા રંગોની
આછી ઝાંય મેં જોઇ લીધી હતી.

Share

1 comment

  1. sneha says:

    wow…..
    nice kavitaa…..
    i m gujarati too…..
    i m impress….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *