અભિમાન-2

Category: અભિમાન

કોઇના માન્યામાં ન આવે એવી વાત કરુ છુ
સકળ સૃષ્ટિનું જળ મારા નાનકડા ખોબે છે

ભલે કર્યો હોય સામનો રાક્ષસી તોફાનોનો
એક નાનકડી ફૂંકથી જંગી જહાજો ડૂબે છે

અહં બ્રહ્માસ્મિ મંત્ર પચાવી લીધો જ્યારથી
સુર્ય ચંદ્ર પણ મારા પગને ઠેબે છે

સમયને પણ નથી મળતો સમય ફૂરસતનો,
જ્યારે ન હોય કામ મારા પગે દાબે છે

દોડીને શું કરીશ? ચાલવું જ ઊચિત છે.
એક ડગલું ભરતાં, પગ આકાશને આંબે છે.

મનફાવતી રીતે આંકુ છુ રેખાઓ હથેળીમાં
શું કરશે વિધાતા? નિયતી મારા તાબે છે.

Share

5 comments

  1. monpara sanjay says:

    very good gajal(s)….

  2. Suresh Jani says:

    આને અભિમાન કહીશું કે, આત્મ ગૌરવ ? હું જ્યાં સુધી આ કવિતાને સમજ્યો છું ત્યાં સુધી, આમાં માણસના વિચાર બદલાય તો માણસ કાળથી પર થઇ શકે છે તેવો ભાવ છે. રજની પાલંપુરીના શબ્દોમાં:-
    બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.
    સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
    અભિમાન શિર્ષક આપીને આ ભાવને થોડો હીન નથી બનાવ્યો?

  3. Jignesh says:

    Yes Mr. Suresh… about title i am completely agree with your opinion. But it’s a nice creation in itself. Thanks for posting Rajni Palanpuri’s words..

  4. pravina Kadakia says:

    શું કરશે વિધાતા? નિયતી મારા તાબે છે.

    અતિશયોક્તિ છે. જો નિયતી તાબામાં આવી જયતો
    જગત નુ———-

  5. sagariika says:

    શું હિંમત છે!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *