દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
બોલો

તમારા જલવા વિશે અમે પણ સાંભળેલુ છે ઘણું
બોલો, વાદળ વિના વરસાદ ક્યારે વરસાવો છો?
ચોધાર આંસુઓ પાડે છે વસંત જવાથી બિચારા,
બોલો અહીં પધારીને ફૂલોને ક્યારે હસાવો છો?
એકવાર કહી દો તમે, સામી છાતીએ ઘા ઝીલશું
બોલો અમારા વેણ અજમાવવા ક્યારે પોરસાવો છો?
સાંભળ્યુ છે સ્ત્રીઓને પાસાદાર રત્નોનો લગાવ હોય છે.
બોલો અમારા દિલના ટુકડાને ક્યારે ઘસાવો છો?
હારી જઊ એટલે જ તો સઘળુ દાવ પર લગાડેલ છે.
બોલો પ્રેમના કાતિલ ષડયંત્રમાં ક્યારે ફસાવો છો?
તમારા આશિકો ઘણા હશે અમારા જેવા નહી મળે
બોલો જિંદગીભર આપના દિલમાં ક્યારે વસાવો છો?
Rate Entry4.60
( 5 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
3 comments has been posted.

Kunal Parekh @  05/16/2006 04:33

fantastic man.... khub saras....

kiran @  09/16/2006 05:23

hu kai kahu to tamane lagashe khotu kadachh,
jivanane ame pan samajyu chhe kadachh,
avi gersamajma kem jivochho amara vishe?
ame pan prem karyo chhe kadachh....

Rohan @  10/18/2006 02:29

Really too good.
post more.

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો