દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
કોને જોઇએ છે?

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?
થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?
ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?
Rate Entry4.31
( 13 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
25 comments has been posted.

Achal @  10/25/2006 06:31

Hi Kavi ji,
wow sir...gr8 work.....
i think we shud call you Kavi Vishal instead of bapu...the first one looks good...

keep the good work...
achal.

UrmiSaagar @  10/25/2006 06:44

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

Very nice creation Vishal! I liked this pankti very much...

rajula @  10/27/2006 08:50

hi vishalji
irshad! ek dhardar manav ki khumari kitni asani se se es gazal me apne thal di. hamare jivan ke kuchh lamhe jo ham kah bhi nahi pate , apne to in chand shabdo me puri zindi hi likh dali. vah kaviji vah!

Neela Kadakia @  10/27/2006 10:26

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
સાચી વાત છે.

વિવેક @  10/30/2006 05:01

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

- સાચે જ સુંદર વિચાર...!

પોતાના માટે હોય તો-
ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,

ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો !


અને સાથી માટે હોય તો-
રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,

બેકાબુ બનશે જો જરી ખેંચી લગામ છે!

-વિવેક

Jayshree  @  10/30/2006 01:12

Really Vishal..
Excellent...!!

થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

Mitr K Kh G @  10/31/2006 10:37

જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

katil vishnin nathi jarur dost..bus ek var..najar kari leshe to pan aho aho........

bahuj sundar rachna chhe.........aajthi tamaru nam padishu....kavi monu bapu...:)

nilam doshi @  11/01/2006 01:33

અખિલ બ્રહ્માંડ કોને જોઇએ છે!!
ખુબ સરસ રચના.અભિનંદન.

nilam doshi
http://paramujas.wordpress.com

Vijay Shah @  11/03/2006 10:56

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

અદભૂત!

ગુજરાતી સાહિત્ય સરિતાનાં તોફાની ઝરણ..
તમારી શબ્દ ખુમારીને હજારો વંદન્

anjali @  11/06/2006 11:35

http://aparna-pyarikavita.blogspot.com/

vijAY VADODARIYA @  11/07/2006 05:38

GOOD

pinakin @  11/13/2006 08:07

પ્ર્ભુ ને પ્યારો પ્યાર મારિ પ્યારિ ને પણ પ્યારો ચે

Nipam Patel @  11/22/2006 09:59

Amazing Creativity !!!!

nilam doshi @  11/29/2006 03:34

enjoyed a lot.congrats

halani @  01/11/2007 12:47

જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

pravina Avinash Kadakia @  02/06/2007 09:51

ખૂબ સરસ રીતે રજૂઆત કરી છે.
સુંદર.

sagarika @  03/26/2007 09:10

wow, nice gazal

દિલીપ પટેલ  @  03/26/2007 08:40

વિશાલભાઈ,
ખરેખર સુંદર અભિવ્યક્તિ. અભિનંદન.

'શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?'

'ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?'

SANJAY @  07/05/2007 01:16

hi VISHAL BHAI
really u r great
i think ur poem are mindbloing..............

manoj patel @  09/08/2007 04:04

સ ર સ ' અ તિ સુન્દર

Pragna @  09/11/2007 02:44

થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

ખુબ ખુબ સુંદર,

આપની રચનાઓ માં કંઇક એવું છે જે બીજા બધાથી અલગ છે.

Manubhai Raval @  10/17/2007 09:55

બહુજ સરસ પ્રયાસ છે.

pankaj_pandya123 @  11/07/2007 11:07

kavitani kavita karo to janu


happy diwali

chirag@surat @  05/03/2008 03:40

bov maja aavi
bandhu yaad chhu ke bhuli gaya?

Chandresh Patel @  05/05/2008 05:35

at 92 this something with factual of life but nobody ( hardly none to nil) wants to adopt it

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો