દિલથી... દિલ સુધી...

Blog  | Poem  | Article

Choose Language
ઘૃણા

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.
એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.
ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.
Rate Entry4.29
( 7 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
18 comments has been posted.

Dhaval @  09/04/2006 02:26

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

સરસ !

Rajeshwari Shukla @  09/05/2006 01:18

ખૂબ સરસ કવિતાછે.અભિનંદન..દરેક પક્તિમાં મીટર ચકાસીને કવિતા બને તો હજી ઉત્તમ બની શકે..

mrugank @  09/05/2006 03:11

I am lovint it... wah wah wah

manvant @  09/05/2006 07:03

The title should be"GHRUNNAA"
AND NOT "DHRUNNAA".THANKS FOR A NICE PIECE OF WORK .

nilamhdoshi @  09/05/2006 11:30

અમે એ સૂર્ય છીએ જે સંધ્યા સમયે ઢળતા નથી.ખૂબ સરસ છે.keep it up.congrats

UrmiSaagar @  09/06/2006 05:06

થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી...
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી...
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી...
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી...

Superb lines.... very nice creation Vishalbhai!
Enjoyed it very much....

UrmiSaagar
www.urmi.wordpress.com
www.sarjansahiyaaru.wordpress.com

ghanshyam ghodasara @  09/14/2006 05:17

હુ તો વાચીને દંગ જ રહી ગયૉ.

Mitr K Kh G @  09/15/2006 12:17

khub j saras....

aakhre aa kavita 2 varas pachchi aavi j gai.....

i like it ....very much

આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.

ashalata @  09/28/2006 09:08

khub j saras
dhanyavad
ashalata

rajula  @  10/27/2006 08:53

prem ma thayeli bewafai ne jiravvani aa te kevi gajab ni khumari!

anjli @  11/06/2006 11:41

its really wonderful....i do n't have words to say

Hum labo se kahena paye hale dil kabhi
Or woh samjna paye KHAMOSHI kya chez hai

sagarika @  03/27/2007 06:57

વાહ, શુ વાત છે......!!!!!!!!!!!

વિવેક @  03/27/2007 08:30

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.

-સરસ શેર !

નિમેષ  @  03/28/2007 10:23

બાપુ કહેવુ પડે ....

તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.

તેજ મિજાજ નો પરિચય ...

લખતા રહેજો...

Manubhai Raval @  10/17/2007 10:17

આજે ખબર પડી પ્રેમ મા પણ લાયકાત જરુરી છે
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગર મા ભળતા નથી.
-----સારી ક્ળ્પના છે.

Rakesh  @  10/25/2007 06:21

mind blowing yaar

SATISH JADAV @  02/07/2008 03:31

Bhulthi pan same na Aavati Aavata Janme,
Nanami Sathe Kadi Nafarat Na Bij Badata Nathi.

Excellent.

Ashoka @  03/23/2008 05:32

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.

સરસ !

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો