દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
પરિક્ષા

હૈયે હરખ ઘણોય થાય છે
કે આજે પરિક્ષા પૂરી થાય છે
ચાલો વગાડીએ ઢોલ-નગારા
કે આજે પરિક્ષા પૂરી થાય છે
ઉજાગરાથી આંખો છે રાતી
મારી મહેનતની ચાડી ખાતી
છતાં થાક ના અનુભવાય છે
કે આજે પરિક્ષા પૂરી થાય છે
ફગાવી દફતર પાટી પેન
હું ચાલ્યો રમવા એન-ઘેન
હવે ગણવેશમાં ડાઘા થાય છે.
કે આજે પરિક્ષા પૂરી થાય છે
હવે તો છૂટથી હરીશું-ફરીશું
વહેતા પવનની સાથે રમીશું
સમયનું બંધન ના જણાય છે
કે આજે પરિક્ષા પૂરી થાય છે
Rate Entry4.33
( 3 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
13 comments has been posted.

Dhaval Patel @  04/21/2006 01:49

Ha bhai e vat to sachi.
Pan aavi to ketliye parikhsa aavi ne dar vakhate khus thaya, ramya, kudya. Pan e kyan khabar hati ke, Jindagi na darek pagale aavi to aneko parikshao mari rah joti hati....

Barabar ke? Bapu?

Pancham Shukla @  04/21/2006 02:34

Congratulations Vishal!
All the best for future career, job, H1B etc...

SV @  04/21/2006 03:15

Congratulations!!! Now what next?

ધવલ  @  04/21/2006 05:08

અભિનંદન... પણ આ છેલ્લી પરીક્ષા છે એવી આશામાં ના રહેતો. આ દેશમાં ફરી ફરી પરીક્ષા આવ્યા જ કરવાની એ વાત સો ટકા !

Miraj @  04/22/2006 10:11

Good 1 Bapu !!!

Ruchir @  05/01/2006 04:50

aaje tu pariksha puri thaya ni khushi manave che.....barabar chhe..pan kadach 1-2 varsh pachi tane thashe ke aana karta to mari parikha na divso saara hata....

ghani saras kavita lakhi che bapu......jiyo jiyo

Arpit Shah @  06/26/2006 04:13

ઘનિ સરસ ચ્હે

Yashesh Rajyaguru @  06/28/2006 08:01

Jem tu darek Pareksha ma safal thayo che, am haju tanay safalta malay, but remember - success is a journey, not a destination.

Jigar Mehta @  09/04/2006 11:33

મઝાઆવી ગઈ...મને લાગે છે કે તમે બકુલ ત્રિપાઠિ કે જ્યોતિન્દ્ર દવે ના વશન્જ લાગો છો.

jignasa Gurjar @  11/17/2006 12:29

મેં આજે તમારી બધી જ કવિતા વાંચી. બધી જ બહુ સારી લાગી. પણ પ્રત્યેક માટે અલગ અલગ પ્રતિભાવ આપવો નહિ ફાવે એટલે એક વાક્યમાં એટલું જ કહીશ, "અદભુત". અત્યાર સુધી ખબર ન હતી કે એક ઇજનેરની પાછળ એક કવિ છુપાયેલો છે. આજે જ ખબર પડી.

Jayshree @  01/24/2007 07:49

વાહ વિશાલ,
ખરેખર બચપણ યાદ આવી ગયું, વાર્ષિક પરીક્ષાનું છેલ્લુ પેપર, ભલે ગમ્મે એવું ગયું હોય, પણ એક વાર પરીક્ષા પતે એટલે એવો તો હાશકારો અનુભવાતો, કે વાહ... જાણે એક મહાયુધ્ધ પૂરુ થયું... ત્યારે એમ થતું કે ભગવાન, ક્યારે આ પરીક્ષાઓ પતશે.. ?? અને આજે એ દિવસો યાદ કરીને એમ થાય છે કે કાશ, એક વાર ફરીથી ત્યાં પહોંચી જવાય... !!

Harshad Jangla @  01/24/2007 05:44

Vishalbhai
Posting 1st comment. Enjoyed this poem well. Exams completion created a freedom of mind and body.
Thanx.
-Harshad Jangla
Atlanta, USA
Jan 24,2007

pravina Avinash Kadakia @  02/14/2007 12:54

પરિક્ષા તો આવે ને જાય
કોઈવાર પેપર ફૂટી પણ જાય
તેથી તે છેલ્લીજ છે એમ ન સમજવું.
જ્યાં લગી જીવન છે શ્વાસ ચાલુ છે
ત્યાં સુધી પરિક્ષા આપવા તૈયાર રહેજે.

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો