દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
પડી નથી

તલવારની અણીયાળી ધારને કટારની પડી નથી
દાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી
શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવન
ભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી
ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનું
બાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી
ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાં
ભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી
જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં એ કાયર
ભલે હોય ઝુકેલું, આકાશને આધારની પડી નથી
ફૂંક મારીને હંકારે છે પોતાના જહાજોને તોફાનમાં
ગણ્યા ગાંઠ્યા જોય છે જેમને પતવારની પડી નથી
Rate Entry4.67
( 3 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
12 comments has been posted.

Suresh Jani @  05/10/2006 08:07

'Passion' ની બહુ જ સુંદર અભિવ્યક્તિ..
આવા પતંગા જ નવી કેડી પાડી શકે છે. ત્યાગ અને રાગ ની વચ્ચે ઘણી પાતળી રેખા છે. મને જવાહર બક્ષી ની નીચેની પંક્તિઓ બહુ જ ગમે છે:-

"મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો."

'Passion' ની આ ચરમ સીમા જ સત્ય શોધક્નું, કલાકારનું, પ્રેમીનું લક્ષ્ય હોય છે. શરાબને બહુ જ સ્થૂલ સ્વરુપમાં આપણે સમજીએ છીએ. 'ઘાયલ' નો શરાબ આ 'Passion' છે:-

"તને પીતા નથી આવડતું હે! મૂર્ખ મન મારા !
નહીં તો જીવનની કઇ ચીજ છે, જે શરાબ નથી?"

manvant patel @  06/20/2006 09:51


સુંદર અભિવ્યક્તિ છે !

ઉર્મિ સાગર @  06/26/2006 10:07

પ્રેમની ખુમારીનો આ કાવ્યરંગ ખુબ જ રંગીન છે!

Gunvant Patel @  08/07/2006 10:02

તલવારની અણીયાળી ધારને કટારની પડી નથી
દાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી

Talwar and Katar + Davanal and angar do not match. તલવાર સાથે કતાર અને દાવાનળ સાથ અન્ગાર બરાબર મેળ ખાતો નથી.

Vishal Monpara @  08/07/2006 10:16

ખરેખર તો મેં એ રીતે વિચારેલુ કે હંમેશા એક ઊંચાઇ પ્રાપ્ત કરી લીધા પછી માણસ નાની વસ્તુઓ માટે વલખા મારતો નથી.

--
Vishal Monpara

halani @  02/01/2007 12:43

AME JINDGINE SAWARI NE BHETHA,
TAME AVSHO AEVU DHARI NE BHETHA.

halani @  02/01/2007 01:00

AME JINDGINE SAWARI NE BHETHA,
TAME AVSHO AEVU DHARI NE BHETHA.

anjaan @  02/09/2007 07:46

very nice work. keep it up.
best wishes from us.

best wishes from us @  09/27/2007 05:06

તલવારની અણીયાળી ધારને કટારની પડી નથી
દાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી
શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવન
ભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી
ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનું
બાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી
ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાં
ભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી
જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં એ કાયર
ભલે હોય ઝુકેલું, આકાશને આધારની પડી નથી
ફૂંક મારીને હંકારે છે પોતાના જહાજોને તોફાનમાં
ગણ્યા ગાંઠ્યા જોય છે જેમને પતવારની પડી નથી

meera @  10/25/2007 09:18

very nice post,
keep it up. regards - meera

MITESH @  11/22/2007 01:39

GOOD
KHUB SARAS

vikram mehta ahmedabad @  04/30/2008 09:48

ગમિ ગયુ ખુબ ગમિ ગયુ વિશાલ.

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો