દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
માંગે છે

ફક્ત બે-ચાર ટુકડા થયા છે થોડી દવા માંગે છે
એક દિલ પ્રેમ ચિનગારી ભડકાવવા હવા માંગે છે.
માત્ર હું અને તું જ, ન હોય કોઇ ચહલપહલ બીજી
એક અજનબી રાત, શમણાં પણ કેવા માંગે છે.
ભલે અંધકાર હો મારા જીવનની હરેક પળમાં
આ દિલ સખી! તારી રાહમાં લાખો દીવા માંગે છે.
મારા શબ્દો પર ભરોસો ન હોય તો પૂછ ઇશ્વરને
આ હોઠ હર પળ તારા માટે જ દુવા માંગે છે.
મારુ જીવન કદાચ તને નહી લાવી મારી પાસે
દગાબાજ શ્વાસો જો! મારા મરણની અફવા માંગે છે.
અમે તો છીએ વિસરાઇ ગયેલી કથની નાની
મારા મરશીયા તારા જીવનના ગીત નવા માંગે છે.
Rate Entry4.00
( 4 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
6 comments has been posted.

Sanjay @  10/15/2005 10:40

Wah Bhai Wah!!

Jignesh.. @  07/07/2006 03:35

Vishal...
One can enjoy poetry...i can understand the pain.
Pain which is the driving force for your creations...

manoj @  09/03/2007 04:28

nice ghazaal........

હિતેશ કોઠારી. @  10/13/2007 02:51

સિતારા ચાંદની સાથે સુહાની રાત આવે છે
ઘણી વેળા રૂપાળું રૂપ લઈ આઘાત આવે છે
સજાવી દો હ્યદયના મહેલને આંસુનાં તોરણથી
અનેરી શાનથી અહીં દર્દની બારાત આવે છે

hitumagic4me@gmail.com

helllo (91) 9324096624

Pragati @  04/18/2008 12:46

ઘણી સરસ છે.

manish @  07/25/2008 09:26

Vishal pahela hu tamne 'Gujarati Typepad' vala tarike j olakhato hato , pan aaje jyare tamri thodi kavitao vachi tyare lagyu k yaar sakhkhat !!

Mane pan antaynu pras besadeli kavitao lakhavno shokh chhe , kavitano arth aapoap pachhi nikale chhe.

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો