દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
ઇચ્છા

જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છે
ત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે.
એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા,
ન તો મોહ છે, ન તો વાસના.
ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ.
એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે
આ ઇચ્છા પરિપુર્ણ કરી શક્યો હોત.
કદાચ તને યાદ નહી હોય પરંતુ ધૂળેટીના દિવસે, તુ નખશિખ
રંગાઇને ઊભી હતી અને મારા હાથ પણ ગુલાલથી ભરેલા હતા.
તારા સપ્તરંગી ચહેરાને જોવામાં જ હાથમાંથી ધીરે-ધીરે ગુલાલ
સરકતો ગયો અને સમય પણ. જ્યારે તું નજરોથી ઓજલ થઇ
ત્યારે અફસોસ થયો. પરંતુ શું થાય?
સમયને પાછો વાળવા હું અક્ષમ હતો.
આજે તુ નથી એ સમય નથી અને હાથમાં ગુલાલનું બહાનું પણ નથી.
પરંતુ એ ઇચ્છા તો દરરોજ સવારે આળસ મરડીને બેઠી થાય જ છે.
તારા ગાલને સ્પર્શવા માટે તલસતી એ જ ઇચ્છાના સમ,
આવતા જન્મે, હું તારા આંગણામાં ખીલેલું મઘમઘતું ગુલાબનું પુષ્પ બનીશ.
Rate Entry3.67
( 3 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
4 comments has been posted.

Mayank @  10/21/2005 03:35

Excellent!!!

MohammedaliBhaidu"wafa" @  01/22/2006 10:30

સામે મળ્યા એ હું જોતો રહી ગયો.
હિંમત નો પહાડ સહેજ પણ હાલ્યો નહી
હાથ મા ગુલાલ ને સામે હ્તુ ગુલાબ
હાથ મારો સૉંદર્ય ઉપર ચાલ્યો નહી
વફા

manvant patel @  06/20/2006 09:46


ઈશ્વર તમારી એ ઇચ્છાને પૂરી કરે ! "ન માગ્યે દોડતું આવે,
ન વિશ્વાસે કદી રહેજે ! "

ઉર્મિ સાગર @  06/26/2006 10:18

"આંખોમાં અંજાયેલ ઇચ્છાઓનું કાજળ,
વહેતું રહેશે હવે હ્રદયાશ્રુ બની!!"

-ઉર્મિ

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો