દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
હજીયે યાદ છે

નામ જોડાયુ હતું કોઇના નામ આગળ, હજીયે યાદ છે.
મન ભાગ્યુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હજીયે યાદ છે.
ખબર પડી તરવા કરતાં ડૂબવાનો લહાવો અનેરો હતો
જ્યારે પ્રેમ સાગરના દેખાયા હતા તળ, હજીયે યાદ છે.
એની મૃદુતા, સ્નિગ્ધતાનો તોલ હું કઇ રીતે કરી શકું.
ખુદ જળને પણ ભરવું પડતું હતુ જળ, હજીયે યાદ છે.
ચૈત્રમાં મેઘરાજની મહેરનો સાક્ષી હું ખુદ છુ
ભુલથી આંખોમાં આંજી શું દીધુ કાજળ, હજીયે યાદ છે.
ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.
મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.
અમને એક કરવાના વચને બંધાયો હતો, છતાં
સમયે આ કર્યુ કેવું નિર્મમ છળ, હજીયે યાદ છે.
આંસુઓ વીણી વરસાવી હતી ગઝલો ધોધમાર
છતાંય રહી ગયો હતો કોરો કાગળ, હજીયે યાદ છે.
Rate Entry3.67
( 3 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
10 comments has been posted.

Siddharth Shah @  01/12/2006 05:44

hi,

again could not resist commenting.

Very good one.

I think title for this section could be 'Memories' instead of 'Remembrance'

Just a suggestion.

Siddharth Shah

Aparna dave @  05/31/2006 03:32

hi,
dhime dhime dhal utaru tekrioni sakhe tamne phul didhanu yaad
salvalvaheti kedsamani lilotarima tarta khetarshedhe,priye....
ame tamari tagarphul-si aakhe zulya tagrtagar te yaad
amari barchhtbarchhat hatheyione tame terva bhari ketlivar pidhanu yaad
dhime dhime dhal utaru tekrioni sakhe tamne phul didhanu yaad

Urmi Saagar @  06/26/2006 10:03

Hello Vishalji,

1st time surfing ur blog... it's very nice.
I read ur few poems.... this was so good that i couldn't help commenting...

એમ પણ કો'કની યાદને પ્રેમાંજલિ આપવા માટે કવિતાથી સારું બીજું કોઇ માધ્યમ હોઇ શકે ખરું?!

ઘણું સરસ લખો છો....

Thank you for sharing.

I have also started my blog not too long ago.
Please visit sometimes...
http://urmi.wordpress.com

Urmi Saagar

Ashmi @  12/12/2006 11:24

બહુ જ ફઇન છે.

જયશ્રી  @  01/19/2007 06:58

પહેલા પણ વાંચી હતી આ ગઝલ.. પણ આજે પાછી વાંચી, અને કદાચ પહેલા કરતા વધારે ગમી.... !!

ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.
મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

રામોલીયા લલિત  @  03/20/2007 05:15

બહુ જ ફઇન છે.પહેલા પણ વાંચી હતી આ ગઝલ.. પણ આજે પાછી વાંચી, અને કદાચ પહેલા કરતા વધારે ગમી.... !!

ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.
મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

Non_Exisitng_Ami @  04/04/2007 10:03

મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

Oops ... બહુ યાદ આવી ગયુ કોઇ'ક'.

wafa @  10/09/2007 03:56

કાશ આ રચના કોઇ છંદમાં હોત! અરબી છંદમાં હોત તો ગઝલ કહેવાતે,ગુજરાતી (સંસ્કૃત) છંદમાં હોત તો કવિતા(મન્દાક્રાંતા,હરિણી,ઇન્દ્ર્વજ્જા,સોનેટ) કહેવાતે. અને અછંદસ હોત તો રૂપ અલગ હોત.આ શું છે?કખબ પડતી નથી.કદાચ કોમેટ આપનારને ખબર હોય? બરાએ કરમ આવા લખાણને ગઝલ કહેવાનું માંડી વાળો.
’વફા’

wafa @  10/09/2007 03:57

કાશ આ રચના કોઇ છંદમાં હોત! અરબી છંદમાં હોત તો ગઝલ કહેવાતે,ગુજરાતી (સંસ્કૃત) છંદમાં હોત તો કવિતા(મન્દાક્રાંતા,હરિણી,ઇન્દ્ર્વજ્જા,સોનેટ) કહેવાતે. અને અછાંદસ હોત તો રૂપ અલગ હોત.આ શું છે?કખબ પડતી નથી.કદાચ કોમેટ આપનારને ખબર હોય? બરાએ કરમ આવા લખાણને ગઝલ કહેવાનું માંડી વાળો.
’વફા’

priti @  05/08/2008 03:40

kharekhar khub j saras che kavita na shabdo jane aje hakikat bani gaya che

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો