Monthly Archives: September 2005

પડી નથી

તલવારની અણીયાળી ધારને કટારની પડી નથીદાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવનભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનુંબાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાંભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં […]


નામ

તેને હું શું નામ આપું?ઉષા સમયે વિખરાયેલા રંગોની છટાનું?કે પછી તેના માટે જવાબદાર ખુદ સૂર્યનું?કે પછી એ સૂર્યના પ્રથમ કિરણનું?કે પછી એ કિરણમાં રહેલી ઉષ્માનું?કે પછી એ ઉષ્મા સાથે કાર્ય-કારણનો સંબંધ ધરાવતી ગુલાબની નાજુક કળીનું?કે પછી એ જ ગુલાબની પાંદડીઓ પરથી હળવેકથી સરકી જતી ઝાકળની બુંદોનું?કે પછી એ જ ઝાકળના બુંદો એકાકાર થતાં રચાતા નિર્મળ […]


મુશ્કેલ છે

તારા વિના એક ક્ષણ પણ જીવવું મુશ્કેલ છેન જો હોય સાથ અંતિમ પળમાં, મરવું મુશ્કેલ છે પળભરનો વિયોગ તારો કરી ન શકું સહનરૂંધાય છે મન મારું શ્વસવું મુશ્કેલ છે ભલે તુ એક જ કહે નિર્ણય છે મારો સાચોછો ને દુનિયા દુશ્મન થતી, ડગવું મુશ્કેલ છે તારુ જો હોય પીઠબળ તો છું હું વિંધ્યાચળછો ને સમયની […]


મુલાકાત

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?મુલાકાતની “કાળ”માં જ શરૂઆત થઇ હતી તમારી વાહવાહના સમ છે દોસ્તોરસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી અમે ધર્યો ખાલી ખોબો એમના તરફતેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથીનજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોયમારી ભેટ એના હાથને તો […]


મિત્ર

એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છેથાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છે જરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારીકેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છે દાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણપોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છે સ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાંદાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છે ચપટી ધૂળની પણ […]


મૌન

અજાણ્યા હોઠો વચ્ચેના મૌનને ઓગાળવું સહેલું નથીઆંખલડી વચ્ચે રમતા મૌનને ગાળવું સહેલું નથી પીઠ બતાવી ભાગવુ પડશે, થંભી જા ભલા માણસસુતેલા સિંહ જેવા મૌનને પુચકારવું સહેલું નથી લીલાછમ દરિયાના સ્વાંગમાં ઊભેલા રણને કળી શકોબોલાયેલા શબ્દો વચ્ચેના મૌનને પીછાણવું સહેલું નથી તમે નહી બોલો તો હોઠના કંપનથી વહી જશેલાખ કરી લો કોશીશ મૌનને છૂપાવવું સહેલું નથી


માણસને ખાય છે

એંઠવાડની જેમ ઢોળીને માણસને ખાય છે.અને કૂતરાની જેમ ફંફોળીને માણસને ખાય છે. વેપારવૃત્તિ એટલી ઘર કરી ગ ઇ છે મનમાંચણાની જેમ તોળીને માણસને ખાય છે. થોડા શ્વાસો શાંતીના લેવા દે અને પછીશરબતની જેમ ડહોળીને માણસને ખાય છે. કાન પકડવા પડે શું એમની સ્વાદવૃત્તિભજીયાની જેમ ઝબોળીને માણસને ખાય છે. બહુ ચૂસ્યુ લોહી, બે બુંદ જ બાકી […]


મના

મદમસ્ત એવી લચકતી ચાલ ચાલનાકેટલાયે મુસાફરોની મંઝિલ બની જઇશ સંભાળીને રાખ તારા કાજળભર્યા નયનબેફામ વરસના, કાતિલ બની જઇશ આ રીતે ઝુલ્ફોને હાથોથી પસવારનાકેટલાયે શાયરોની ગઝલ બની જઇશ આટલું ધ્યાન દઇને ગઝલ વાંચનાવિશાલના પ્રેમમાં પાગલ બની જઇશ


માંગે છે

ફક્ત બે-ચાર ટુકડા થયા છે થોડી દવા માંગે છેએક દિલ પ્રેમ ચિનગારી ભડકાવવા હવા માંગે છે. માત્ર હું અને તું જ, ન હોય કોઇ ચહલપહલ બીજીએક અજનબી રાત, શમણાં પણ કેવા માંગે છે. ભલે અંધકાર હો મારા જીવનની હરેક પળમાંઆ દિલ સખી! તારી રાહમાં લાખો દીવા માંગે છે. મારા શબ્દો પર ભરોસો ન હોય તો […]


કસમ

જ્યારથી તે મને તારી જિંદગીમાંથી બેદખલ કરી દીધો હતોત્યારથી જ હ્રદયમાં એક આગ સળગ્યા કરતી હતી નફરતની.કસમ લીધી હતી કેજિંદગીમા કદી પણ તારુ મોં નહી જોઉ જો કદાચ કોઇ ગલી કે કોઇરસ્તા પર મળવાનું થશે તો હું મારો રસ્તો બદલી લઇશ.પરંતુઆજે જ્યારે આપણે મળ્યા અને જ્યારેતારા (એક સમયના મારી માલિકીના) હોઠો પર સ્મિત રેલાયું ત્યારેઆ […]