Monthly Archives: September 2005

એવું લાગે છે

તમારી સાથે જ મારી તકદીર જોડાઇ હોય એવું લાગે છેતમારા જ ત્રાજવે મારી જિંદગી તોળાઇ હોય એવું લાગે છે મન બેચેન રહ્યા કરે છે તમારી મુલાકાત પછીતમારે જ આંગણ મારી પ્રીતડી ખોવાઇ હોય એવું લાગે છે પ્રત્યેક ક્ષણે મારો સાથ દીધો પડછાયા માફકતમારા જ પ્રતાપે મારી હિંમત ગવાઇ હોય એવું લાગે છે અહીં તમે, તહીં […]


તે-2

એની તો વાત જ શી કરૂ? એને મહાન શિલ્પી દ્વારા કંડારાયેલી આરસની પ્રતિમા કહુ કે પછી કોઇ ચિત્રકાર દ્વારા અપાયેલા રંગોની છટા! એ તો ગુલાબની ખીલું-ખીલું થતી કળી પરના ઝકળના બુંદ જેવી છે. એને હું શ્રાવણના પહેલા વરસાદનું નામ આપું કે પછી કોઇ પાગલ કવિ દ્વારા રચાયેલી કવિતાના પ્રથમ શબ્દનું. જ્યારે તે પોતાના વાળની લટોને […]


અભિમાન-2

કોઇના માન્યામાં ન આવે એવી વાત કરુ છુસકળ સૃષ્ટિનું જળ મારા નાનકડા ખોબે છે ભલે કર્યો હોય સામનો રાક્ષસી તોફાનોનોએક નાનકડી ફૂંકથી જંગી જહાજો ડૂબે છે અહં બ્રહ્માસ્મિ મંત્ર પચાવી લીધો જ્યારથીસુર્ય ચંદ્ર પણ મારા પગને ઠેબે છે સમયને પણ નથી મળતો સમય ફૂરસતનો,જ્યારે ન હોય કામ મારા પગે દાબે છે દોડીને શું કરીશ? ચાલવું […]


વ્યથા

જિંદગીથી થઇ ગયો છુ ત્રસ્તકારણ દુઃખોથી થઇ ગયો છુ વ્યસ્ત સુખોની ક્ષણોને શોધવાનો સમય ક્યાં?અસહ્ય વેદનાથી થઇ ગયો છુ પસ્ત ખુંદવી હતી જીવનની કેટલીયે ગિરિમાળાઓઅચાનક લકવાથી થઇ ગયો છુ ગ્રસ્ત નહોતો જોયો જીવનમાં અંધકાર કદીભર મધ્યાહને થઇ ગયો છુ અસ્ત


વીર

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છેઆંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે ઊછાંછળાપણું નિશાની છે એક આમ આદમીનીઅદકેરો માણસ, ઊંડા જળ જેમ ગંભીર હોય છે એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છેજેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે હારીને જીતનારા બાજીગર બહુ ઓછા જોયા છેએવું નથી કે રણ છોડનારા કાફિર હોય […]


વેદના

સમયનો મદારી એવું કંઇક કરી જાયઆ આતમની સળગતી વેદના ઠરી જાય યુગોથી રાખ્યો હ્રદયમાં દફન મૂક પ્રેમનથી જીરવાતો હવે આંસુ બની ખરી જાય કબૂલ છે મને હરેક જુલ્મ, સિતમ પણકલેજુ કપાય જ્યારે, સામુ જોઇ ફરી જાય પકડીને રાખી હોય બંધ મુઠ્ઠીમાં જિંદગીચૂપચાપ દરીયાની રેત માફક સરી જાય. લખી દીધી મારી જિંદગી બીજાને નામજીવાડવાનો શો અર્થ […]


વરસાદ

પહેલા વરસાદનો પહેલો છાંટોપડ્યો આ દેહ પરઅનેમનમાં હતું કેહમણાં જ શરીરના રોમે-રોમ ખીલી ઊઠશે રોમાંચકતાથીહમણાં જ એક મીઠી સુગંધથી ભરાઇ જશે તન-મન મારુહમણાં જ એક ઠંડીની લહેરખી પસાર થ એ જશે તનમાંથીઅને થયુ પણ એવું જતનમાંથી એક લહેરખી પસાર થઇખીલી ઊઠ્યા રોમે-રોમઅને ભરાઇ ગયુ આ અસ્તિત્વ મારુ એક મીઠી સુગંધથીપરંતુઆ યાંત્રિક વરસતા વરસાદને કારણે નહી,કારણ […]


તો કેવું?

તમને જોઇને વળે ફૂલોને પસીનોતેને ઝાકળનું નામ આપું તો કેવું? મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથીતેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું? મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાનેતેને શ્રાવણનું નામ આપું તો કેવું? તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડીતેને જાગરણનું નામ આપું તો કેવું? હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાંતેને વમળનું નામ આપું તો કેવું? સાન-ભાન ભુલાવું તમારા ઇશારેતેને […]


તે

જિંદગીમાં પહેલી જ વાર કોઇ રૂપક ના જડ્યુંસાચું કહું છુ દોસ્તો, શબ્દ પર રૂપ ભારે પડ્યું નજરનું તીર આ દિલને જરા શું અડ્યુંપ્રેમનું ઘેન આ દિલોદિમાગ પર ચડ્યું સમય તો પળનો પણ નથી ઇશ્વર પાસેછતાં કેટલી નવરાશથી આ આરસનું નંગ ઘડ્યું મુઠ્ઠીભર પળોનો સાથ અને પછી અફાટ એકલતાએ જાણીને મારું આ કોમળ દીલ રડ્યું પરંતુ […]


તમે જ છો

જગતના સધળા સુખનુ કારણ તમે જ છો માનવ મનના દુઃખનુ મારણ તમે જ છો કહે છે લોકો શૂન્યમાંથી થયું સર્જન મારા માટે એ શૂન્ય પણ તમે જ છો કર્મો ભોગવવા એ નસીબની વાત છે વિરડીને ધરબેલું રણ તમે જ છો મારે મન તમે જ ઇદ અને દિવાળી રંગ લઇ આવતો ફાગણ તમે જ છો પોતાને […]